- સાંસદ રામભાઈ મોકરિયાએ ખારવા સમાજના અગ્રણીઓ સાથે મૂલાકાત લીધી
- ખારવા સમાજ દ્વારા સાંસદનું સન્માન કરવામાં આવ્યુ
- ખારવા સમાજના પ્રશ્નો અંગે કરવામાં આવી ચર્ચા
પોરબંદરઃ ખારવા સમાજના આમંત્રણને માન આપી રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ ખારવા સમાજના પંચાયત મંદિરની મૂલાકાત લીધી હતી. આ મૂલાકાત સમયે ખારવા સમાજના અગ્રણીઓ દ્વારા રાજ્યસભાના સાંસદનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ કાલાવડ ચારણ સમાજ દ્વારા નવનિયુક્ત પાલિકા પ્રમુખનું સન્માન કરાયું
સાંસદને ખારવા સમાજનું પ્રતીક સમાન વહાણ ભેટમાં આપ્યું
રાજ્યસભાના સાંસદ બન્યા બાદ રામભાઈ મોકરીયા ખારવા સમાજના આમંત્રણને માન આપી પંચાયત મંદિરે મૂલાકાતે આવ્યા હતા. જ્યાં તેમનું ખારવા સમાજના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતુ અને ખારવા સમાજનું પ્રતીક ગણાતું એવું વહાણ ભેટમાં આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ સુરત: મહિલા PSI સહિત ત્રણ પોલીસકર્મીનું શહેર પોલીસ કમિશનર દ્વારા સન્માન કરાયું
ગુજરાતના માછીમારોના અનેક નાના-મોટા પ્રશ્નો વિશે ચર્ચા કરાઇ
ખારવા સમાજ દ્વારા રાજ્યસભાના સાંસદ સાથે ગુજરાતના માછીમારોના અનેક નાના-મોટા પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઈ, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તથા પંચ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા રાજ્યસભાના સાંસદ પંચાયત મંદિરે પધારતા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.