પોરબંદર: જિલ્લામાં વાવાઝોડાના પગલે પોરબંદરના બરડા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી.
આજે બુધવારે પોરબંદરના બરડા પંથકના વાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
નિસર્ગ વાવાઝોડાના પગલે હવામાન વિભાગે વરસાદ અને ભારે પવનની આગાહી કરી હતી. જેના પગલે પોરબંદરના કુંણવદર, મોરણા પરાવાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ઉપરાંત ગઈ કાલે કુતિયાણામાં પણ વરસાદ આવ્યો હતો પરંતુ પોરબંદર શહેરમાં વરસાદ નહીવત નોંધાયો હતો.