પો.ઇન્સપેક્ટર પી.ડી.દરજી તથા પો.સબ.ઇન્સ. એચ.એન.ચુડાસમાએ પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલની આગેવાની હેઠળ L.C.B PSI એચ.એન ચુડાસમા અને પેરોલ ફર્લો સ્કોડના PSI ડી.કે.ઝાલા તથા L.C.B/S.O.G./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફ સમગ્ર બરડા ડુંગર વિસ્તારમા સાધન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
કોઠાવાળાનેશ, ધોરીવાવનેશ, ઉબરીવાળાનેશ. ખાણાનોનેશ ખારાવીરાનેશ, ખંભાળા વિસ્તારમાં આશરે વીસેક કિલોમીટર જેટલું દુર્ગમ વિસ્તારમાં પગપાળા ચાલીને પ્રોહીબીશનની પ્રવૃતિ શોધી કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.
આ કામગીરી દરમ્યાન દેશી દારૂ બનાવવાનો આથો લી-1400 કિ.રૂ.2800 આથાની વાસવાળા બેરલ નંગ-7 કિ.રૂ.2800, બોઇલર બેરલ નંગ- 2 કિ.રૂ.800, ફિલ્ટર બેરલ નંગ-2 કિ.રૂ.800 અને 50 લીટરના કેરબા નંગ-2 ની કિ.રૂ.200, તાલપત્રી રૂ.200, તથા યુરીયા ખાતર આશરે એક કિલો મળી કુલ કિ.રૂ.7610નો મુદામાલ મળી આવ્યો હતો. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.