આપણા દેશની સાંસ્કૃતિક વારસા પ્રમાણે આપણે માતાને માતૃ દેવો ભવ અને પિતાને પિતૃ દેવો ભવ તરીકે ગણવામાં આવે છે. આપણા આ સાંસ્કૃતિક વારસા ને રીઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા જીવંત રખાયો છે. દિલ્હી ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશનના ચીફ ડો. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીએ પોરબંદરના કુતિયાણા માં યોજાયેલા વડીલોના ભાવવંદના સમારોહમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે વારાણસી ગેસ્ટ ઓફ ઓનર ડો.બ્રિજનંદનજી (ગુરૂજી), દિલ્હીના શ્રી દિગમ્બર જૈન મહાસમિતિના નેશનલ પ્રેસિડન્ટ એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં રીઝવાન આડતિયા ફાઉન્ડેશનના અનેકવિધ માનવ કલ્યાણ પ્રવૃતિઓમાં પોતાના રૂપિયાને છુટા હાથે ખુલ્લુ મુકાયુ છે. એ આ પોરબંદરની ધરતી માટે ગૌરવરૂપ છે. જેમના હૃદયમાં સંવેદના હોય તે જ ભાવ વંદના કરી શકે છે. માનવ ધર્મ થી મોટો કોઇ ધર્મ દુનિયામાં નથી.
આ ભાવવંદના કાર્યક્રમમાં વડીલો માટે દિવસભર ગેમ-શો, રાસ-ગરબા, સંગીતોત્સવ અને હાસ્યદરબાર યોજાયા હતા. જેમાં સુરેન્દ્રનગરના ડો. દિલીપ શાહે એ વરિષ્ઠ નાગરિક એવી વડીલોને સ્ટેજ પર લાવીને અવનવી રમતો રમાડીને તેનું બાળપણ યાદ કરાવ્યું હતું. પોરબંદરના જાણીતા તરંગ ઓરકેસ્ટ્રા રાજુભાઇ સુદ્રા , ધ્યેય થાનકી ગ્રુપે સંગીત સભર ગીતો રજુ કરીને સૌ વડીલોના મંત્રમુગ્ધ બનાવ્યા હતા અને રાજકોટના હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમાએ હાસ્ય દરબાર યોજી અને વડીલોમાં હાસ્યની છોળો ઉડાડી હતી. 500 જેટલા વડીલોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. રીઝવાન આડતીયાનો ઉદેશ ફળીભૂત થતાં સૌના ચહેરાપર પ્રસન્નતા જોવા મળી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક હરીશભાઈ થાનકીએ સંભાળ્યું હતું. આ ગૌરવશાળી વડીલોના ભાવવંદના કાર્યક્રમમાં મુંબઈના રૂપેશભાઈ શાહ ,લંડનના રીઝવાન રહેમતુલ્લાહ ,માળિયાના મહેન્દ્રભાઈ ગાંધી ,મોઝામ્બિકના મેદાસાલાપની ,કોંગોના મીરાજભાઈ ચારણીયા,આફ્રિકાના રશ્મિબેન,પોરબંદરના જાણીતા તબીબ ડો સુરેશભાઈ ગાંધી ,હસુભાઈ બુદ્ધદેવ,અકબરીભાઈ ,જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા,હર્ષિતભાઈ રૂઘાણી સહીત પોરબંદરના નગરશ્રેષ્ઠીઓ ,પ્રબુદ્ધ નાગરિકો,હાજર રહ્યા હતા.ફાઉન્ડેશનનો સ્ટાફ,અને મહેર સમાજના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.