ETV Bharat / state

Porbandar News: પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્વાસ જાગે તે હેતુથી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લોકસંવાદ યોજાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 7:02 AM IST

પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતેના હોલમાં લોક સંવાદ કાર્યક્રમમાં લોકોએ પોલીસને પોતાની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. પોલીસ તંત્ર દ્વારા પણ લોકોની સમસ્યા દૂર કરવાની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન એક નાગરિકે દારૂની બદીને લઈને રજૂઆત કરી હતી અને પોલીસે કાર્યવાહીની ખાતરી આપી હતી.

public-dialogue-was-held-in-the-hall-at-the-kamalbag-police-station-in-porbandar

કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લોકસંવાદ યોજાયો

પોરબંદર: પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતેના હોલમાં લોક સંવાદ યોજાયો હતો. પોરબંદરના એસટી ભગીરથસિંહ જાડેજાએ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એરિયાના લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને લોકોની મુશ્કેલી વિશે તાગ મેળવ્યો હતો. લોકોને પોલીસ કઈ રીતે મદદરૂપ બને તેની પણ માહિતી આપી હતી.

લોક સંવાદ કાર્યક્રમ યોજાયો
લોક સંવાદ કાર્યક્રમ યોજાયો

લોક સંવાદ કાર્યક્રમ યોજાયો: પોરબંદરમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ લોક સંવાદમાં એસ.પી ભગીરથસિંહ જાડેજા તથા ડીવાયએસપી નીલમ ગોસ્વામી ઉપસ્થિત રહી કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને પોલીસની કાર્યવાહીથી અવગત કરાવ્યા હતા. પોલીસ દ્વારા લોકો સાથે સીધો સંવાદ થાય અને લોકો અને પોલીસ વચ્ચે સેતુ બંધાય તેવો પ્રયાસ કર્યો હતો. લોકોને મદદરૂપ થવા પોલીસ કટિબદ્ધ છે અને લોકોને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેનું નિવારણ લાવવા ગમે ત્યારે પણ પોલીસનો સંપર્ક કરવા એસ.પી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

છાયા વિસ્તારમાં દારૂની બદી: પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં યોજાયેલ લોકસભામાં એક જાહેર નાગરિકે છાયા વિસ્તારમાં વધતી જતી દારૂની બદી અંગે જણાવ્યું હતું અને દારૂના કારણે અનેક લોકોના ઘર બરબાદ થતા હોવાની વાત કરી હતી. પોલીસ આ બાબતમાં કોઈ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. છાયા વિસ્તારમાં દારૂની બદી રોકવા પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ ભગીરથ સિંહ જાડેજા એ જણાવ્યુ હતું.

ટ્રાફિકની સમસ્યા: પોરબંદરના રેલવે સ્ટેશન પાસે આવેલ કડિયા પ્લોટ ફાટક પર જ્યારે પણ ટ્રેન અવર-જવર થતી હોય છે ત્યારે ફાટક પાસે મોટા ભાગે ટ્રાફિક સમસ્યા સજાતી હોય અને લોકોને ટ્રાફિક જામના કારણે સમયની બરબાદી થતું હોવાનું પણ એક નાગરિકે જણાવ્યું હતું. આ ફાટક પાસે ટ્રાફિક પોલીસ કાયમી ધોરણે ઊભા રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ભગીરથસિંહ જાડેજાએ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

રાત્રે 12 વાગ્યા બાદ લારી-ગલા ખુલ્લા રાખવા રજૂઆત: પોરબંદરના નાના ધંધાર્થીઓ રાતે 12 પછી પણ ખાણીપીણીનો ધંધો કરી શકે તે માટે વેપારી અગ્રણીએ એસપી જાડેજાને રજૂઆત કરી હતી પરંતુ એસપી જાડેજાએ આ વાત નકારી અને જણાવ્યું હતું કે મોટાભાગના લોકો રાત્રે 12 પછી ઘરે હોય છે પરંતુ રાતે 12 પછી આવારા તત્વો અડીંગો જમાવતા હોય છે. આથી કોઈ ગુનાહિત પ્રવૃતિ ન થાય તે હેતુથી 12 પછી ખાણી-પીણીની લારીઓ લોકહિત માટે જ બંધ કરવામાં આવે છે.

  1. Kadodara Kidnapping-Murder Case : સુરત રેન્જ IG મૃતક બાળકના માતાપિતાને મળ્યા, પરિવારજનોને સાંત્વના આપી
  2. Gujarat PSI Exam Scam : બનાસકાંઠામાં PSIની પરીક્ષા પાસ કરાવવા માટે બે લાખ પડાવ્યા, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.