પોરબંદરઃ હાલમાં સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે અને સરકાર દ્વારા સાવચેતીના પગલા લેવા સુચના થયેલી હોવાથી પોરબંદર કલેક્ટર કચેરીના તા.22/08/2020 ના હુકમથી સમગ્ર પોરબંદર જિલ્લામાં આવેલા તમામ ધર્મના ધાર્મિક સ્થાનો, ઉપાસનાના સ્થળો તથા જાહેર જગ્યાઓએ એકત્રિત થવા ઉપર તા.21/09/2020 સુધી મનાઈ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
હાલની ભારત સરકાર તથા રાજય સરકારની ગાઈડલાઈન ધ્યાને લેતા કલેકટર કચેરીના ક્રમાંક: એમએજી/સી/144/228/1 તા.22/08/2020 થી કરેલા હુકમ રદ કરવા હુકમ કરવામાં આવે છે અને સરકારની તા.08-જુન-2020ની SOP મુજબ પાલન કરવાનું રહેશે.