પોરબંદર: ફેસ 2 બનાવવા માટે મુખ્ય પ્રધાન રૂપાણીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં CM રૂપાણીએ ખાતરી આપી કે, આવનારા દિવસોમાં માછીમારોની પાર્કિંગની વ્યવસ્થા તેમજ સુવિધાઓ માટે નવું બંદર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આ જગ્યાના સર્વેની કામગીરી અધિકારીઓ દ્વારા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેથી નાના-મોટા તમામ માછીમારોને હોડીઓ રાખવાની મુશ્કેલીઓ દૂર થશે અને તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થશે.
