પોરબંદરઃ પોરબંદરમાં હવે ટૂંક જ સમયમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની છે. આ જાહેરાત થવા પહેલા જ પોરબંદર કોંગ્રેસમાં મોટું ગાબડું પડે તેવી શક્યતા છે. તમામ રાજકીય પક્ષો પોતાના સંગઠન મજબૂત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. હાલમાં પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને માછીમાર ખારવા સમાજના આગેવાનોની ભાજપ સાથે બેઠક યોજાઈ હતી, જેનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. પોરબંદરમાં ખારવા સમાજના આગેવાન અને વર્ષોથી કોંગ્રેસમાં પ્રભુત્વ ધરાવતા હિરાલાલ ઉર્ફે હિકુ ગગન શિયાળ અને રણછોડ ગગન શિયાળ સાથે ધારાસભ્ય અને સાંસદ સભ્ય સાથેના ફોટા વાઈરલ થયા છે.
આથી વર્ષોથી કોંગ્રેસમાં તથા માછીમાર સમાજમાં નામ ધરાવતા હિકુંભાઈ અને રણછોડભાઈ ભાજપ સાથે જોડાઈ તેવી શકયતા વર્તાઈ રહી છે. ધારાસભ્ય બાબુ બોખિરીયા અને હિકુ ગગન શિયાળ વચ્ચેના વર્ષો જૂના અબોલામાં સાંસદે મધ્યસ્તા લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે.