પોરબંદર: જિલ્લામાં ગુમ થયેલી મહિલાઓ તથા બાળકોને શોધવા માટે પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. એસ. ઝાલા તથા રાણાવાવ પોલીસ સ્ટાફ દ્વારા જરુરી ટીમ બનાવી માહિતી મેળવી અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી હતી.
યુ. કે. વરૂ તથા હિમાંશુ દ્વારા જરુરી તપાસ કરીને ગુમ થનારા ભુરી મકરા મહિડા જે ઈન્દોર મધ્ય પ્રદેશના છે, તેમણે ભોદ મુકામેથી શોધી કાઢીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.