પોરબંદરઃ જિલ્લામાં બીરલા કોલોનીમાં નજીક રહેતી રોશની ગોકાણીનો રિપોર્ટ 23/05/2020ના રોજ પોઝિટિવ આવ્યો હતો અને તેને અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યું નીપજ્યું હતું. તેના પરિવારજનોએ અમદાવાદમાં જ અંતિમ વિધી કરી હતી.
![પોરબંદરની કોરોના પોઝિટિવ 27 વર્ષીય યુવતીનું અમદાવાદમાં મૃત્યું થયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-corona-positive-girl-died-10018_24052020213911_2405f_1590336551_669.jpg)
પ્રાપ્ત વિગતો અનુસાર, પોરબંદરના બિરલા કોલોનીમાં રહેતા રોશની ગોકણીને હૃદયની બીમાર હોવાના કારણે 4 દિવસ પહેલા અમદાવાદ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક રોશની ગોકણી પોરબંદરની વિજે મોઢા કોલેજમાં લેક્ચરર હતી. તેમનું મૃત્યુ નિપજતા કોલેજ સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ સહિત પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી.
પોરબંદરમાં કુલ 6 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા હતા. જેમાંથી એકનું મોત અને 4 પોઝિટિવ કેસને સારવાર બાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા 4 લોકોને હોસ્પિટલમાંથી છુટા કરવામાં આવ્યા છે. જ્યારે એક પોઝિટિવ કેસ એક્ટિવ છે.