ETV Bharat / state

પોરબંદરઃ રાણાવાવમાંથી વરલી મટકાનો જુગાર રમાડતા 2 ઈસમો ઝડપાયા - જરડી ચોક

પોરબંદર જિલ્લાના રાણાવાવમાંથી વરલી મટકાના આંકડાના સાહિત્ય સાથે જુગાર રમતા અલગ અલગ જગ્યા પરથી 2 ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા. આ બાબતે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વરલી મટકાનો જુગાર
વરલી મટકાનો જુગાર
author img

By

Published : Jul 14, 2020, 2:52 AM IST

પોરબંદરઃ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનિંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડૉ. રવિ મોહન સૈનીએ જિલ્લામા દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી નાબુદ કરવા આપેલી ખાસ ડ્રાઈવ અન્વયે LCB PI એમ. એન. દવે તથા PSI એન. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ રાણાવાવ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતા. આ દરમિયાન ASI બટુકભાઇ વિંઝુડા તથા રમેશભાઇ તથા HC ગોવિંદભાઇ મકવાણાને અલગ અલગ મળેલી ચોકકસ બાતમીને આધારે રાણાવાવ ટાઉન વિસ્તારમાંથી આરોપીઓને વરલી મટકાના આંકડાના સાહિત્ય સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. જે બાબતે રાણાવાવ પોલીસ સ્ટેશનમા બે અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગુનાની વિગત મુજબ

1 જરડી ચોક, રાણાવાવ

  • આરોપી : મનસુખ શંકરભાઇ પનારા (રહે. વાગડીયા વાસ તા. રાણાવાવ જિ.પોરબંદર)
    નહિ પકડાયેલા આરોપી : બશીર ઇસ્માઇલભાઇ શમા (રહે. જરડી ચોક રાણાવાવ જિ.પોરબંદર)
  • ગુનાની વિગત મુજબ જુગાર ધારા કલમ-12(અ) મુજબ તે એવી રીતે કે આ કામના આરોપીઓએ જાહેરમાં વરલી મટકાના આંકડાઓ પર બેટીંગ લઇ જુગાર રમી રમાડાતા હતા. જેમાં વરલી મટકાના આંકડા લખેલી નાની પોકેટ સાથે કુલ 780 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

2 બાપુનગર, રાણાવાવ

  • આરોપી : આસિફ ઉર્ફે ગનો મહમદહુશેન શેખ (રહે, બાપુનગર, તા.રાણાવાવ, જિ.પોરબંદર)
  • જમીલ સીદીકભાઇ કાદરી (રહે, બાપુનગર, તા.રાણાવાવ જિ.પોરબંદર)
  • નહીં પકડાયેલ બશીર આરોપીઃ ઇસ્માઇલભાઇ શમા (રહે, જરડી ચોક, રાણાવાવ, જિ.પોરબંદર)
  • ગુનાની વિગત મુજબ જુગાર ધારા કલમ-12(અ) મુજબ તે એવી રીતે કે આ કામના આરોપીઓએ ભાગીદારીમાં જાહેરમાં વરલી મટકાના આંકડાઓ પર બેટીંગ લઇ જુગાર રમી રમાડાતા હતા. વરલી મટકાના આકડા લખેલી કુલ ચિઠ્ઠીઓ નંગ-7, બોલપેન નંગ-01 તથા રોકડા રૂપિયા 7,670 તથા અલગ અલગ કંપનીના 2 મોબાઈલ સાથે મળી કુલ રૂપિયા 12670ના મુદામાલ જપ્ત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે. આવા સમયે શકુનીઓ મન મુકીને જુગાર રમતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન ઘરેલું જુગારના અડ્ડા પણ ઠેર ઠેર જોવા મળે છે. સમાજને જુગારની બદીથી બચાવવા પોલીસ દ્વારા કડક પેટ્રોલીંગ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.