ETV Bharat / state

વરલી મટકાના આંકડા લેતા બુકીને પોરબંદર પોલીસે ઝડપી પાડ્યો - પોરબંદર ન્યૂઝ

જૂનાગઢ રેન્જમાં દારૂ-જુગારની બદીને સદંતર નાબૂદ કરવા માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહા નિરિક્ષક મનિન્દરસિંગ પવાર સાહેબ દ્વારા એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાતમી મળતાં રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન જુગાર રમાડતા એક યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

porbanadar
bjnr
author img

By

Published : Jul 18, 2020, 11:01 PM IST

પોરબંદર: જૂનાગઢ રેન્જમાં દારૂ-જુગારની બદીને સદંતર નાબૂદ કરવા માટે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહા નિરિક્ષક મનિન્દરસિંગ પવાર સાહેબ દ્વારા એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા સઘન કામગીરી કરવા માટે કરેલા સૂચના અન્વયે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠિયા તથા પો.ઇન્સ.એચ.એલ.આહીર સા.ના માર્ગદર્શન મુજબ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એલ.મકવાણા તથા ડી.સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ બારડ તથા પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ મોડેદરાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, નવા કુંભારવાડા વિસ્તારમાં કાદર ગુલામ કાબાવાલિયા વરલીના આંકડા લઈ જુગાર રમાડે છે.

આ દરમિયાન કાદર પાસેથી રોકડ રૂપિયા 10,080 તથા 5,000 હજાર રૂપિયાનો મોબાઇલ ફોન મળી કુલ 15,080નો મુદ્દામાલ તેમજ જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કામગીરીમાં પોલીસ કોનેસ્ટેબલ એચ.એલ.આહીર, પોલીસ કોનેસ્ટેબલ આર.એલ.મકવાણા, પોલીસ હેડ કોનેસ્ટેબલ એમ.કે. માવદિયા, પોલીસ કોનેસ્ટેબલ કરશનભાઈ, રવિરાજસિંહ, ભીમા દેવાભાઇ વગેરે સ્ટાફ હાજર હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.