ETV Bharat / state

ડબલ મર્ડરના ગુનામાં પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદીને પોરબંદર પોલીસે ઝડપી પાડ્યો - પોરબંદર પોલીસ

જિલ્લામાં નાસતા ફરતા આરોપી તેમજ પેરોલ ફર્લો વચગાળાના જામીન પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જેલમાં હાજર નહીં થયેલા અને પેરોલ વોન્ટેડ કેદીને પોરબંદર પોલીસે પકડી પાડ્યો છે.

જામનગર
જામનગર
author img

By

Published : Sep 11, 2020, 7:17 PM IST

પોરબંદર: જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષક મનિન્દર પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપી તેમજ પેરોલ ફર્લો વચગાળાના જામીન પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જેલમાં હાજર નહીં થયેલા અને પેરોલ વોન્ટેડ થયેલા કેદીઓને પકડી પાડવા સુચના આપવામાં આવી હતી જે અનુસંધાને બગવદર પોલીસ સ્ટેશનના ડબલ મર્ડરના ગુનામાં પેરોલ રજા ઉપરથી ફરાર થયેલા કેદીને રાજકોટથી પોરબંદર પોલીસે પકડી પાડ્યા છે.

પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ જાડેજા તથા પેરોલ ફર્લો સ્ક્વોડના સબ ઇન્સ્પેક્ટર ગોહિલના માર્ગદર્શન હેઠળ તારીખ 10 સપ્ટેમ્બર 2020 ના રોજ પેરોલ ફર્લો સ્ક્વોડના માણસો બગવદર પોલીસ સ્ટેશનમાં 27/2009 માં ડબલ મર્ડરના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામનો કેદી નંબર 43669 હાજા રાજશી ઓડેદરા (ઉ. વ 40 રહે એરડા ગામ પટેલ ફળિયુ વાળો) ગઈ તારીખ 10 સપ્ટેમબર 2020 થી પેરોલ રજા ઉપરથી ફરાર થયો હતો જેની સચોટ બાતમીના આધારે રાજકોટથી શોધી પોરબંદર પોલીસે પકડી પાડયો હતો અને હાલ કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવવા ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને રિપોર્ટ આવ્યા બાદ આ કેદીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવશે .

આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.