જે જોતા તેમાં માદક પદાર્થ જેવી વાસ આવતા પોલીસે બન્ને પાસે આ જથ્થા અંગેની પૂછપરછ કરતા આ બંને શખ્શનું નામ પ્રિન્સ અશ્વિનભાઇ ડીંગરા પંજાબી (ઉંમર 21) તથા ટોની કલવંતર્લીગ મહેરી (ઉંમર 35) હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે તેમની પાસે નશાયુક્ત પદાર્થની રૂબરૂ તપાસણી કરાવવી જરૂરી જણાતા FSL અધિકારી પી. જે. કુરાણીને પણ રાત્રે સ્થળ પર બોલાવ્યા હતા અને ત્યારબાદ પોલીસે તેમની પાસે રહેલા કુલ 10,150ની કિંમતનું 2,900 ગ્રામ અફીણ તથા 15,500ના બે મોબાઈલ તથા 4,500ની રોકડ તેમજ 45,000નું બાઈક મળી કુલ 75,150ના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.