પોરબંદર: પોરબંદરમાં કેટલા ચોક સાંઢીયા શેરીમાં દરિયાલાલ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસ આવેલી છે. જેના માલિક પરેશભાઈ ચંદારાણા એ. તારીખ 2 મે 2023 ના રોજ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના વ્યવસાયમાં ઉપયોગમાં લેવાતો ટ્રક GJ 10 U 9615 માં ગત તારીખ 29 એપ્રિલના રોજ અંદાજે 17 લાખ જેટલા મુદામાલનો સામાન ભર્યો હતો.
કીર્તિ મંદિરના ડી સ્ટાફને બાતમી મળી હતી કે, એક ઈસમ છે જેને આ ચોરી કરેલી હોય એવી હકીકત મળી છે. જેથી અજય ઓડેદરા, જે રવિ પાર્કમાં રહે છે. પોલીસે જ્યારે એના ઘરે તપાસ કરી ત્યારે એ એના ઘરે મળી આવ્યો હતો. જ્યારે પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, તેના મામાના દીકરાને સમગ્ર મુદ્દામાલ ચોરવામાં મદદગારી કરેલી. જે ધારાગઢ ગામની સીમમાં ઉમરભાઈની વાડીમાં આ તમામ મુદ્દામાલ મૂકેલો હતો.--નીલમ ગોસ્વામી (ડીવાયએસપી, પોરબંદર)
પોલીસ ફરિયાદ થઈઃ જેના ડ્રાઇવર અમૃતલાલ જોશી તથા કીલીન્ડર સલીમ લાલાણી ટ્રકને સાંજે જુબેલી પૂલ પાસે નવી ખડપીઠ સામે જાહેર રોડ પર રાખી ઘરે જતા રહ્યા હતા. જ્યારે બીજા દિવસે તારીખ 30/ 4/ 2023 ના રોજ બપોરે બારેક વાગ્યે ટ્રક લેવા જતા તે સ્થળે ટ્રક જોવા મળ્યો ન હતો. આ વાતની જાણ માલિકને કરી હતી અને ટ્રક ગાયબ થયાની ફરિયાદમાં ટ્રાન્સપોર્ટ માલિક કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ ટ્રક સાથે દિમાગ શખ્સ ચોરી કરી જતા રહ્યા હતા.
પોલીસે કેવી રીતે કરી ધરપકડ: કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ટ્રક ચોરાયાની ફરિયાદ આવતા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન સ્ટાફ તથા પોરબંદર પોલીસ સ્ટાફ દ્વારા ટ્રકનું સીસીટીવી કેમેરા મારફતે ટ્રેકિંગ કર્યું હતું. હ્યુમન ટ્રાફિકની મદદથી પોલીસને જાણવા મળ્યું હતું કે, ચોરીમાં ગયેલ માલ સામાનના ભરેલ ટ્રક ખાપટમાં રવિ પાર્કમાં રહેતા અજય રામભાઈ ઓડેદરાનું નામ સામે આવ્યું હતું. તેને પકડી વધુ પૂછપરછ કરતા અન્ય બે શખ્સોના નામ પણ આપ્યા હતા. જેમાં ભાણવડમાં રહેતા રામભાઈ કેશુભાઈ ગોરાણીયા તથા ધારાગઢ માં રહેતા ઉમરભાઈ તૈયબભાઈ નો સમાવેશ થાય છે. ત્રણેય ની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો |
કુલ 17 લાખ જેટલો સામાન: ટ્રકમાં 17 લાખ જેટલો મુદ્દામાલ હતો. ઉલ્લેખનીય છે કે ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં વપરાતો આ ટ્રક અલગ અલગ વેપારી પેઢીઓ પાસેથી માલ સામાન લઈ અન્ય સ્થળે પહોંચાડવા જવાનો હતો. જેમાં ફ્રીજ વોશિંગ મશીન તથા મરચાનો પાવડર ઘી ના ડબ્બા નો સામાન થઈને કુલ 17 લાખ જેટલો સામાન હતો. ટ્રક ચોરીમાં પોલીસ સ્ટાફની ચપળતા ચોરી થયેલ ટ્રકને ઝડપવા માટે પોરબંદર પોલીસ વિભાગના ડીવાયએસપી વી બી દલવાડી તથા પી આઈ વી પી પરમાર ,એલ સી બી ના પી આઈ ધંધાલિયા ,તથા કીર્તિમંદિર પોલીસ સ્ટાફ રોકાયેલ હતા.