પોરબંદર: શહેરમાં પોલીસ દ્વારા ટ્રક તથા બોલેરોમાં દારૂની મોટી હેરફેર કરનારી ગેંગ ઝડપાઈ છે. પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે જૂના ફૂવારા પાસેથી ટ્રક તથા બોલેરોમાં દારૂની હેરફેર પકડી પાડવામાં આવી હતી.
જેમાં ટ્રક અને બોલેરો તથા મોબાઈલ મળીને રૂપિયા 25000ના મુદ્દામાલ સાથે આરોપી કારા લખમણ ગરેજા, દિવ્યેશ પરસોતમ કાણકિયા, જયેશ શાંતિલાલ ચાવડા, કલ્પેશ વેલજીભાઇ કોટીયાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. જ્યારે મુખ્ય સપ્લાયર નબો રામભાઇ ઓડેદરાની શોધખોળ હજુ ચાલુ છે.