ETV Bharat / state

પોરબંદરમાં લોકો કોરોનાના સંક્રમણથી બચવા સાથે મળી રાખી રહ્યા છે ગામની તકેદારી - કોરોના વાઇરસ પોરબંંદર

પોરબંદર જિલ્લાના મોચા ગામનાં લોકો સરકારના માર્ગદર્શન મુજબ કોરોના મહામારીના સંક્રમણથી બચવા સહિયારા ભેરું બનીને પોતાની અને પોતાના પરિવારની તકેદારી રાખી રહ્યા છે.

etv bharat
પોરબંદર: મોચા ગામના લોકો કોરોના મહામારીના સંક્રમણથી બચવા ભેંરું બનીને રાખી રહ્યા છે ગામની તકેદારી
author img

By

Published : May 4, 2020, 8:52 PM IST

પોરબંદર: જિલ્લા અને માધવપુર વચ્ચે દરિયા કિનારા પાસે 2100ની આસપાસ વસ્તી ધરાવતુ નાનુ એવુ ગોરસર મોચા ગામ કોરોના વોરીયર્સ બન્યું છે. શહેરીજનોને દૂધ, શાકભાજી, મળી રહે તે માટે જરૂરીયાત સિવાય કોઇ વ્યક્તિ ઘરની બહાર નીકળતી નથી. અહીંના પશુપાલકો, ખેડૂતો, શ્રમિકો સહિત ફળિયામાં રમતા નાના ભુલકાઓ પણ સામાજિક અંતરનું પાલન કરે છે. અહીંની ગૃહિણીઓ ઘરમાં હોવા છતા પણ વારંવાર તથા જમવાનું બનાવતા પહેલા ચોક્કસ હાથ ધોવાનું ચુકતા નથી. વૃધ્ધો અને સગર્ભા બહેનો શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર નિકળવાનું ટાળવાની સાથે જિલ્લા મેજીસ્ટ્રેટનાં જાહેરનામાનું ચુસ્ત પાલન કરે છે.

ગોરસર મોચા ગામના સરપંચ વિકમભાઇ પરમારે તથા ગ્રામજનોએ કહ્યું કે, સરકારે જેમ દરેક જિલ્લાને કિલ્લાબંધી કરી છે. તે રીતે અમારૂ ગામ પણ સુરક્ષીત છે. અહીં જી.આર.ડી, હોમગાર્ડ, પોલીસના જવાનોનું ચેકીંગ ઉપરાંત ગામનાં સેવાભાવી લોકો પણ કોરોના મહામારી ગામમા પ્રવેશે નહી તે માટે એક પરિવારની જેમ ગામની સંભાળ લઇ રહ્યા છે.

સરપંચે જણાવ્યું કે, લોકોને સરકાર દ્રારા સહાય મળવાની સાથે જરૂરીયાતમંદ લોકોને અમારા તરફથી રાશનની કીટ, માસ્ક, સેનેટાઇઝર, આયુર્વેદિક ડ્રાઇ ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે તથા વડીલોને સમજાવવામાં આવે છે કે, શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર નિકળવું નહીં. પાન, બીડીની દુકાનો બંધ રાખવાની સાથે શાકભાજી, કરિયાણાની દુકાન તથા દુધની ડેરી ચાલુ હોય ત્યા ગ્રાહકો તથા વેપારીઓએ ફરજીયાત માસ્ક પહેરવું, સામાજિક અંતર રાખવું, હાથ સાબુથી ધોવા ઉપરાંત ગામમાં કોઇ વ્યક્તિ આવે તો તેમની પૂછપરછ કરવાની સાથે જરૂર જણાઇ તો આરોગ્ય વિભાગને તેની જાણ કરવામાં આવે છે.

કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારની સુચના મુજબ ગામમા આવેલી સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ, ગંગા સ્વરૂપા યોજના હેઠળ 20 જેટલા બહેનોને પેન્શનની ચુકવણી કરવામાં આવી છે.

ગામમા રહેતા મીનાબેન ચૌહાણ તથા જેન્તીભાઇએ જિલ્લાતંત્રનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, દેશ પર મહામારીએ ભરડો લીધો છે, ત્યારે થોડાક દિવસો કે મહિના ઘરની બહાર ન જઇએ તો શું ફરક પડે? સરકાર આટલુ કરી રહી છે તો અમારી પણ ફરજ છે કે સરકારની સુચનાઓનું પાલન કરી દેશને કોરોના મહામારીના અંધકારમાથી ઉજાસ તરફ લઇ જઇએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.