પોરબંદર : પોરબંદર મહાત્મા ગાંધીજીને લઇને ઓળખાય છે તો સુદામા પૂરી તરીકે પણ ઓળખાય છે. એમાં ત્રીજું નામ પણ ઉમેરેલું છે એને બર્ડ સિટી પણ કહેવામાં આવે છે. એની પાછળનું કારણ છે એ કે વિદેશી પક્ષીઓ પોરબંદર વધુ આવે છે. એમ કહેવાય છે કે વિદેશી પક્ષીઓ માટે ભારતનું પ્રવેશદ્વાર પોરબંદર છે કુંજ પક્ષી પણ હવે અહીંયા પ્રવેશ કરી પ્રવાસી પક્ષી તરીકે આવે છે અહીં પાણીના સ્ત્રોત છે અને એમાય ખાસ કરીને પક્ષી અભયારણ બનાવવામાં આવ્યું છે.
ફ્લેમિંગોને પણ પસંદ છે પોરબંદર : પક્ષી પ્રેમીઓ પત્ર મૈત્રી દ્વારા પક્ષીઓના પ્રવાસ અંગે માહિતી મેળવે છે. પોરબંદરમાં પક્ષી પ્રેમી ડોક્ટર એ આર ભરડાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે તો પક્ષી જે છે એને પક્ષીઓને પોરબંદરમાં પોતાનો પૂરતો ખોરાક મળી રહે છે તો એની અંદર તમે જુઓ કોઈપણ જે વૃક્ષ છે એની અંદર પક્ષીઓના ખોરાક માટેના જ વૃક્ષો છે. એટલે બારે મહિને તમે આવો તો પક્ષીઓ છે અને ખાસ કરીને અહીંયા જે પાણીનો સ્ત્રોત છે. એમાં પણ ફ્લેમિંગો પણ આવે છે કારણ કે પાણી ઓછું હોય ત્યારે જ રહી શકે. ફ્લેમિંગો છે એનો અભ્યાસ પણ ખાસ કરવાનો છે.
એક વાત યાદ આવે છે. એકવાર ફ્લેમિંગોની પગમાં પ્લેટ હોંવાનું જાણવા મળ્યુ હતું. એના પગમાંથી પ્લેટની અંદર કમ્ફમ અને રશિયાનું એડ્રેસ પણ એવું લખ્યું હતું. તો એની ઉપરથી અમે એમને કીધું કે આ શું છે તો કે અમે પક્ષીઓનો અભ્યાસ કરીએ છીએ એ પરથી કેટલા વિસ્તારમાં જાય છે. એ અંગે પત્ર વ્યવહાર કરીને પક્ષીવિદો માહિતી કેળવતા હોય છે. વન વિભાગ પણ બાળકોને વિદ્યાર્થીઓને પણ પક્ષીના અભ્યાસ માટે પણ લઈ જાય છે. જો પર્યાવરણને આપણે સાચવવો હશે તો પક્ષી પ્રત્યે મૈત્રી કેળવી પડશે. મને એમ લાગે છે કે પોરબંદરની અંદર પ્રજા જાગૃત છે. ત્યારે આ પક્ષીઓને સાચવવા માટે આપણે પક્ષીઓ પ્રત્યે પણ લાગણીને પ્રેમ રાખવો પડશે તો વિદ્યાર્થીઓને પણ પક્ષીઓનો પરિચય મળે એ માટે પણ શાળા કોલેજે ખાસ આવા શાળાની અંદર પ્રવાસો કરવા જોઈએ...ડોક્ટર એ. આર. ભરડા ( પક્ષી પ્રેમી )
પોરબંદર જિલ્લામાં 248 જાતિના 32978 પક્ષીઓ નોંધાયાં : 30 ,31 જાન્યુઆરીના રોજ રાણાવાવ અને પોરબંદર કુતીયાણામાં વન વિભાગ દ્વારા પક્ષી ગણતરી કરાઈ હતી જેમાં વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ મળી કુલ 14 ટીમ મળી 17 જેટલા વેટલેન્ડમાં પક્ષીઓની ગણતરી કરી ઇ બર્ડ એપ્લિકેશનમાં નોંધ કરી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ. આર. ભમ્મરે જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં અલગ અલગ પ્રજાતિના જેવા કે ફ્લેમિંગો, કુંજ, પેલીકન, કાકણ સાર,ગુસ,ગરણો ,ભગવી સુરખાબ,બતક મળી કુલ 248 જાતિના પક્ષીઓ 32978 નોંધ કરવામાં આવી હતી.
પક્ષીઓનો ગુંજારવ માણવાની સીઝન : પોરબંદર એટલે પક્ષીઓને માણવાનો જાણવાનો એક અનેરો અવસર આપતું પંથક છે. અહીં શિયાળો એટલે પક્ષીઓનો ગુંજારવ માણવાની નૂતન સીઝન છે. પક્ષીપ્રેમીઓ અને પક્ષીવિદો માટે એક અમૂલ્ય અવસર પૂરો પાડે છે. પોરબંદરમાં પાંચ મોટા વેટલેંડ છે જ્યાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. કર્લી ગોસાબારા એક એવું વેટલેંડ છે. જ્યાં તમે રોડ પર ઉભા ઉભા પક્ષીઓના નજીકથી ફોટા પાડી શકો નિહાળી શકો. દેશવિદેશના વિવિધ પક્ષીવિદો ગોસાબારા આવીને પક્ષીઓનો અભ્યાસ કરે છે તેમ બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઇ રુઘાણીએ જણાવ્યું હતું.