પોરબંદર: પોરબંદરની ચોપાટી પર પ્રવાસીઓ દરિયા કિનારે સેલ્ફી લેવામાં મશગુલ જોવા મળ્યા હતા. જેને લઇને પોરબંદર તંત્રની બેદરકારી છતી થઈ હતી. આ ચોપાટી એ કોઈ બોર્ડ પણ નથી મુકવામાં આવ્યું. વાવાઝોડાને પગલે દરિયો તોફાની બનવાના એંધાણ છે. Biparjoy નામના વાવાઝોડાંનું સંકટ તોળાઈ રહ્યું છે. બપોર બાદ વધુ ઝડપી ગતિએ પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પ્રવાસીઓને આ વાવાઝોડા અંગે કોઈ માહિતી ન હોય તેમ પોરબંદરના દરિયા કિનારે પ્રવાસીઓ સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
સેલ્ફી લેવામાં મશગુલ: પોરબંદરના તંત્રની બેદરકારી આવી સામે આવી છે. વાવાઝોડાના તોડાઈ રહેલા સંકટ વચ્ચે દરિયાના મોજા ઉછળી રહ્યા છે. ત્યારે પોરબંદરના બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોના દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. પરંતુ પોરબંદર ચોપાટી પર પ્રવાસીઓ દરિયા કિનારે સેલ્ફી લેવામાં મશગુલ જોવા મળ્યા હતા. જો કે અહીં તંત્ર દ્વારા કોઇ એક પણ બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું. જે તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાય છે.
પવન ફૂંકાવાની સંભાવના: ભારતના પશ્ચિમ કિનારે બિપરજોય વાવાઝોડાની અસર વરતાઈ રહી છે. ત્યારે આ વાવાઝોડા ના કારણે તારીખ 7 થી તારીખ 9 જૂન સુધી દરિયો તોફાની બનશે. અને દરિયામાં 60 થી 90 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડું તારીખ 12 થી તારીખ 13 જૂન સુધીમાં ઓપન બાજુ ફંટાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. તો આજે બપોર બાદ વધુ ઝડપી ગતિએ પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પોરબંદરના બંદર પર બે નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યું છે.
દરિયાકિનારાથી અન્ય સ્થળે: પ્રવાસીઓને નથી ખબર કે વાવાઝોડું આવવાનું છે. ગુજરાત ભરમાં મીડિયાના માધ્યમથી અને ન્યુઝ પેપરના માધ્યમથી અનેક સમાચારો આવી રહ્યા છે. માછીમારોને પણ સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે પ્રવાસીઓને આ વાવાઝોડા અંગે કોઈ માહિતી ન હોય તેમ પોરબંદરના દરિયા કિનારે પ્રવાસીઓ સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને વાવાઝોડા અંગે કંઈ ખબર છે કે નહીં મધ્યપ્રદેશથી આવેલા આ પરિવારને વાવાઝોડા અંગે કોઈ જાણ ન હતી. જ્યારે અમે સૂચના આપી ત્યારબાદ તેઓ દરિયાકિનારાથી અન્ય સ્થળે નીકળી ગયા હતા.
ચોમાસું ખેંચાય તેવી સંભાવના: આમ લોકોનો જીવ પણ સંકટમય ન બને તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અહીં એલર્ટ બોર્ડ રાખવામાં આવે તો અનેક લોકોના જીવ બચી શકે તેમ છે. તારીખ 15 જૂન સુધી ચોમાસુ પાછળ ખેંચાય તેવી સંભાવનાગુજરાત ભરમાં બી પર જોઈ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. ત્યારે વધુમાં વધુ ગતિએ પવન ફૂંકાવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે આગામી તારીખ 15 જૂન સુધી ચોમાસું પણ ખેંચાય તેવી સંભાવના હાલ વરતાઇ રહી છે.