ETV Bharat / state

પોરબંદરના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષિકાએ આપ્યો મહિલાઓ માટે સંદેશો - મહિલા દિવસ

વિશ્વ મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું વિશેષ યોગદાન રહ્યું છે. એક સમયે અબળા ગણાતી નારી હવે સબળા બની રહી છે. આજે મહિલાઓ દરેક પ્રવૃત્તિમાં શામેલ થઈ રહી છે. ત્યારે વાત કરીએ એવા જ એક નારીની કે જેમણે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવેલો છે. આવો જાણીએ પોરબંદરના નિર્મલાબેન મહેતા વિશે.

પોરબંદરના  રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષિકાએ આપ્યો મહિલાઓ માટે સંદેશો

author img

By

Published : Mar 6, 2021, 2:28 PM IST

  • એવોર્ડ વિજેતા શિક્ષિકાએ આપ્યો મહિલાઓ માટે સંદેશો
  • વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં જામનગરથી પોરબંદર સુધીની પદયાત્રા કરી હતી
  • હાથવણાટ પ્રવૃત્તિ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી
  • મહિલાઓને સામાજિક પ્રશ્નો હોય તો નજીકના લોકોને વાત કરવી જોઈએ

    પોરબંદરઃ જામનગરમાં જન્મેલા અને હાલ પોરબંદરમાં રહેતાં નિર્મલાબેન લક્ષ્મણભાઈ મહેતા પીટીસી,એમ એ,બી એડ, અને એલએલબીની ડીગ્રી ધરાવે છે. તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત 1970માં જામનગર પાસે આવેલ દરેડ ગામની પ્રાથમિક શિક્ષક તરીકેની ફરજથી કરી હતી. જ્યારે તેઓ ધોરણ 10માં ભણતાં હતાં તે સમયે અભ્યાસની સાથે વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં જામનગરથી ગામડે ગામડે ફરીને પોરબંદર સુધીની પદયાત્રા કરી હતી
    ખાસ સલાહઃ સામાજિક પ્રશ્નો હોય તો નજીકના લોકોને વાત કરવી જોઈએ

  • 2002માં રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો

    નિર્મલાબેને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં હાથવણાટના કાપડની પદ્ધતિ અનેક મહિલાઓને શીખવાડી આત્મનિર્ભર બને તેવી પ્રેરણા આપી હતી. પોરબંદરની છાયા કુમાર શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં તે દરમિયાન વર્ષ 2000માં રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત પોરબંદરની શારદા મંદિર કન્યા શાળામાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં, તે સમયે બાળકોને ભાર વિનાનું ભણતર માટેના પ્રોજેક્ટ અંતર્ગત 2002માં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ વિશ્વ ગ્રામીણ મહિલા દિવસ : સિદ્દી મહિલા હિરબાઈ લોદી દેશ વિદેશમાં જેમનું નામ ગુંજે છે

  • મહિલાઓ પોતાના જીવનમાં કોઈને કોઈ પ્રવૃત્તિ કરીને સફળતા મેળવી શકે છે

    મહિલા દિન નિમિત્તે નિર્મલાબેને મહિલાઓને સંદેશો આપતાં જણાવ્યું હતું કે ગ્રામ્યસ્તરની મહિલા હોય કે શહેરની મહિલા હોય, જ્યાં સુધી કોઈ એક પ્રવૃત્તિમાં સફળતા ન મળે ત્યાં સુધી તે પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ. સામાન્યમાં સામાન્ય મહિલા પણ આગળ વધી શકે છે. મોટાભાગની વિવાહિત સ્ત્રીઓ તણાવ મહેસૂસ કરતી હોય છે. પરંતુ સામાજિક પ્રશ્નો હોય તો નજીકના લોકોને વાત કરવી જોઈએ અને આત્મહત્યાનું પગલું ન ભરવું જોઈએ. દીકરીઓએ પોતાની સલામતી રાખવા માટે સેલ્ફ ડિફેન્સ શીખવું આવશ્યક છે અને સ્વરક્ષણની તાલીમ સાથે વર્તમાનપત્રનું વાંચન અને સમાજમાં પોતાની જાતને તથા બીજાને કેવી રીતે મદદ કરવી તે અંગે વિચારવું જોઈએ.

આ પણ વાંચોઃ #HappyWomansDay: પુરુષ સમોવડી બનવાથી સ્ત્રીનો વિકાસ નથી: ઇદાબેન ભટ્ટ

  • મહિલાઓએ ભારતીય સંસ્કૃતિને વિશેષ મહત્વ આપવું જોઈએ

    આ ઉપરાંત પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી જે સારું હોય તેનું અનુકરણ કરવું જોઇએ. ભારતીય સંસ્કૃતિને વિશેષ પ્રાધાન્ય આપી જીવનમાં આગળ વધવાનો સંદેશો નિર્મલાબેને આપ્યો હતો. નિર્મલાબેનના પતિ ઉમિયાશંકર જોશીને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલ છે. જ્યારે તેમના પુત્ર વિવેક જોશીને પણ રેન્ક એન્ડ બોલ્ડ એવોર્ડ મળેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.