માહિતી પ્રમાણે, કુતિયાણાના બલોંચ ગામે રહેતા રમીલાબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા જ રાણા કંડોરણા ગામે રહેતા અને મજૂરી કામ કરતા અજય કરંગિયા સાથે થયા હતા. આ લગ્નથી તેમને બે વર્ષનો પુત્ર માહિર હતો, પરંતુ આજે સવારે તોઈ અગમ્ય કારણોસર રમીલાબેને પુત્ર મહિસ સાથે શરીરે આગ ચાંપી મોતને વહાલું કર્યુ હતું.
પોલીસ તપાસમાં અજય કરંગીયાએ જણાવ્યું કે, પરિવારમાં ક્યારેય કોઈ ઝઘડો પણ થયો નથી. ત્યારે મૃતક રમીલાબેન ક્યાં કારણો સર આપઘાત કર્યો તે બાબતે રાણાવાવ પોલીસે તપાસ હાથ ધરી છે.