પોરબંદર: જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન જિલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી નાબૂદ કરવા આપેલી ખાસ સૂચના અન્વયે LCB PI એમ.એન.દવેના માર્ગદર્શન હેઠળ PSI એચ.એન.ચુડાસમાએ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગ દરમિયાન PC સલીમભાઇ પઠાણને મળેલી બાતમી આધારે બોરડી ગામની પીપળીયા સીમમાં આવેલા ઝૂંપડામાં રાજેશ ઉર્ફે રાજન નાગાજણભાઇ ઓડેદરા બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા માટે નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવતા પકડી પાડ્યા હતા. આ અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
જુગાર ધારા કલમ- 4,5 મુજબ આરોપી ભીમા રબારીના કબ્જા ભોગવટાના ખેતરનાં ઝુપડામાં આરોપી રાજન ઓડેદરાએ બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા માટે નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી અને રમાડી અખાડો ચલાવતા હતા.
ગંજીપતાના પાના નંગ-52 તથા રોકડા રૂપિયા 1,94,500 તથા મો.ફોન નંગ-5 કિ.રૂા. 16,000, ઇનોવા કાર રજી. નં. GJ-01-HQ – 7867ની કિ.રૂપિયા 3,50,000 મળી કુલ રૂા. 5,60,500 ના મુદ્દામાલ સાથે છ આરોપી પકડી પડ્યા છે. તેમજ પૂછપરછ દરમિયાન વધુ પાંચ આરોપીના નામ ખુલ્યા છે.
વાડી માલિક ભીમા રબારીની પૂછપરછમાં પોતાના ખેતરમાં મકાનની બાજુની ઝૂંપડું પોપટ પાલાભાઇ હુણ પોતાનો વેવાઇ થતો હોય તે તથા તેની સાથે રાજેશ નાગાજણભાઇ ઓડેદરા, તથા રાણાવાવનાં પ્રકાશ બહાદુરભાઇ બરડાઇ રહે, રાણાવાવવાળો ત્રણ લોકો આવેલા અને જુગાર રમવા માટે ભાડેથી એક રાતના રૂા. 5000 નક્કી કરી રમવા આવેલા અને રાજેશ નાગાજણભાઇ ઓડેદરા પોતાની ઇનોવા ગાડીમાં માણસોને બહારથી લઇ આવ્યા અને રાજેશ પોતે તથા સાજીદ સદરૂદીનભાઇ મુલાણી તથા પ્રકાશ બહાદુર બરડાઇ તથા કેશુ વજશી આગઠ અને અલ્પાબેન સંજયભાઇ એમ પાંચેય જણાએ બહારથી માણસો બોલાવી ભાગીદારીમાં જુગારનો અખાડો ચલાવતાં હોવાનું જણાવ્યું હતું.
આરોપીની વિગત
(1) રાજેશ ઉર્ફે રાજન નાગાજણભાઇ ઓડેદરા, ઉ.વ-26, રહે, બોખીરા, તુંબડા, જી.પોરબંદર
(2) આનંદ ભારાભાઇ ઘારાણી, ઉ.વ-26, રહે, જામજોઘપુર રેલ્વે સ્ટેશનની બાજુમાં, રોકડીયફા હનુમાન અંનક્ષેત્રની પાસે, જી.જામનગર
(3) વિરેન્દ્ર ઉર્ફે વીરો રાણશીભાઇ ઘારાણી, ઉ.વ-40 રહે, જામજોઘપુર, રાજાણી મીલ પ્લોટ, જી.જામનગર
(4) પ્રતિક મણીલાલ લુકકા, ઉ.વ-28, રહે, જામજોઘપુર, બાલવા ઘ્રાફા બાયપાસ રોડ, જી.જામનગર
(5) મઘુબેન વા/ઓ પુના ઘરણાંતભાઇ સુવા, ઉ.વ-35 રહે, ખાખીજારીયા, માણાવદર રોડ, તા.ભાયાવદર, જી.રાજકોટ
(6) ભીમા મેસુરભાઇ મોરી, ઉ.વ-૬૫, રહે, બોરડી ગામની પીપળીયા સીમ, તા.રાણાવાવ.
(7) પોપટ પાલાભાઇ હુણ, રહે, કોલીખડા ગામ, જી.પોરબંદર
(8) પ્રકાશ બહાદુરભાઇ બરડાઇ, રહે, ખોજાવાડ, રાણાવાવ
(9) સાજીદ સદરૂદીનભાઇ મુલાણી, રહે, ખોજાવાડ, રાણાવાવ
(10) કેશુ વજશીભાઇ આગઠ, રહે, છાંયા, પોરબંદર
(11) અલ્પાબેન સંજયભાઇ, રહે, ઉપલેટા, જી.રાજકોટ
આ કાર્યવાહીમાં પોરબંદર LCB PSI એચ.એન.ચુડાસમા, ASI રામભાઇ ડાકી, રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, HC રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, મહેશભાઇ શિયાળ, રૂપલબેન લખધીર, PC સલીમ પઠાણ, દિલીપભાઇ મોઢવાડીયા, લીલાભાઇ દાસા વગેરે રોકાયેલા હતા.