પોરબંદર: એલસીબીએ બાતમીના આધારે છાંયા, મારૂતિનગર, ચાણક્ય વિદ્યાલય પાસે દેવસી ભુરાભાઇ ઓડેદરાના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં જુગાર રમતા દેવસી ભુરાભાઇ ઓડેદરા, અલ્કેશ બાબુભાઇ ગોરસેરા, ભાવનાબેન દેવસી ભુરાભાઇ ઓડેદરા, ઉષાબેન જગદીશ પ્રેમજીભાઇ વારા એમ મળી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
એલસીબીએ જુગારીઓ પાસેથી ગંજીપતાના પાના તથા રોકડા રૂ 52,700નો મુદામાલ કબ્જે કર્યો હતો.