પોરબંદર: રાજ્ય સરકાર અને લોકોના સહકારથી અત્યાર સુધી પોરબંદર જિલ્લામાં એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ ન હોવાથી સકરકાર દ્રારા પોરબંદર જિલ્લાનો સમાવેશ ગ્રીનઝોનમાં કરીને લોકોને રોજગારી તથા સુવિધા મળી રહે તે માટે શરતો મુજબ છૂટછાટ આપવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસ બાદ બજાર ખુલતા વેપારીઓમા તથા ગ્રાહકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. બજારમા સરકારની સુચના તથા જિલ્લા મેજીસ્ટ્રેટના હુકમનુ યોગ્ય પાલન થાય તે હેતુથી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી કે.વી.બાટી, મામલતદાર અર્જુન ચાવડા, મામલતદાર સાવલીયા, નગરપાલીકા ચીફ ઓફીસર રુદ્રેશ હુદડ તથા પોલીસ અધિકારીઓ દ્રારા શહેરની બજારમા નીરિક્ષણ કર્યુ હતું.
આ ઉપરાંત કલેક્ટરે લોકોને અનુરોધ કર્યો કે, પોરબંદર કાયમી ગ્રીનઝોનમાં જ રહે અને કોરોના પ્રવેશે નહી તે માટે સરકારના નિયમોનુ ચુસ્ત પાલન થાય તે ખાસ જરૂરી છે.