પોરબંદરનું: કીર્તિ મંદિર એટલે ગાંધીજીનું જન્મસ્થળ. જેને સુરક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. પણ છેલ્લા ઘણા સમયથી આ સ્મારકની આસપાસ બાંધકામ ખોટી રીતે ખડકી દેવામાં આવ્યા હતા. જેને લઈને મૂળ જૂનાગઢના એક અધિકારીએ આની સામે કાયદાકીય પગલાં લેવાય એવી પોલીસ ફરિયાદ કરી હતી. જેને ગંભીરતાથી લઈને પોરબંદર પોલીસે આસપાસના બાંધકામના કાયદેસર દસ્તાવેજ માંગ્યા છે. જેથી સુરક્ષિત સ્મારકને વધારે સુરક્ષિત કરી શકાય. આ કેસમાં જો કોઈ આરોપીની સંડોવણી પુરવાર થશે તો એને બે વર્ષની સજા પણ થઈ શકે છે. જોકે, આ પહેલા પણ સ્મારકોની આસપાસ ખોટી રીતે થઈ રહેલા બાંધકામનો મુદ્દો પડઘાયો હતો. જેને લઈને એક સર્વે પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Porbandar News : રાજકોટ પોરબંદરના હાઇવે પરના 4 માંથી 2 ટોલનાકા રદ કરવાની માંગ
19 લોકો વિરોધ ફરિયાદ: પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધીજીનું સ્મારક કીર્તિ મંદિરની આસપાસ 19 જેટલા લોકોએ બાંધકામ વિના મંજૂરીએ કરતા જૂનાગઢના સહાયક સંરક્ષણ અધિકારી હરીશ દસરેએ તમામ વિરુદ્ધ કિર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તમામ વિરુદ્ધ કલમ 30 એ 30 બી હેઠળ ફરિયાદ નોંધાય છે. જે અંતર્ગત સુરક્ષિત સ્મારક ની આસપાસ કોઈપણ બાંધકામ કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. છતાં મંજૂરી વગર બાંધકામ કરવાના કારણે 19 લોકો વિરોધ ફરિયાદ નોંધાય છે.
તપાસ બાદ અટકાયત: પોરબંદરના કિર્તિ મંદિર ની આસપાસ 19 જેટલા લોકોએ મંજૂરી વગર બાંધકામ કરતાં તમામ વિરુદ્ધ કિર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. જેની તપાસ પીએસઆઇ ચાવડા ચલાવી રહ્યા છે. તમામ લોકોએ કઈ પ્રકારનું બાંધકામ કર્યું છે અને કોઈ મંજૂરી મેળવેલ છે કે કેમ અને નગરપાલિકા પાસેથી પણ દસ્તાવેજી પુરાવા એકત્રિત કર્યા બાદ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો Porbandar News : કુતિયાણામાં સરકારી અનાજને બારોબાર વેચી મારવાનું કૌભાંડ, 4 આરોપીની અટકાયત
બે વર્ષની સજા: જો ગુનેગાર પુરવાર થશે તો આ ગુનાના આરોપીઓની અટકાયત અને બે વર્ષની સજા પણ થઈ શકે. કીર્તિ મંદિર આસપાસ રહેણાંક અને કોમર્શિયલ બાંધકામકીર્તિ મંદિરની આસપાસ અનેક દુકાનો આવેલી છે. અનેક મકાનો પણ આવેલા છે, ત્યારે કેટલા રહેલા મકાન છે કે કેટલા કોમર્શિયલ બાંધકામ છે. તે અંગે પૂછતાં ડીવાયએસપીએ જણાવ્યું હતું કે તમામ લોકોના દસ્તાવેજી પુરાવા એકત્રિત કરી રહ્યા છે. જે તપાસમાં ધ્યાને આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું નીલમ ગોસ્વામી (સીટી.ડી.વાય.એસ.પી)એ કહ્યું હતું.