- દર મહિનાના બીજા રવિવારે ચોપાટી બીચ સફાઈ કરવામાં આવે છે
- નગરપાલિકાના સહયોગથી કરાઈ છે ચોપાટીને સ્વચ્છ
- અનેક લોકો રવિવારે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇ છે
પોરબંદરઃ શહેરમાં હેરિટેજ કંઝરવેટિવ ગ્રુપ દ્વારા દર મહિનાના બીજા રવિવારે ચોપાટી બીચ સફાઈ કરવામાં આવે છે. જ્યારે આજે તારીખ 13/12/2020 ના રોજ રવિવારે ચોપાટી સફાઈ અભિયાન યોજાયું હતું.
નગરપાલિકાના સહયોગથી કરાઈ છે ચોપાટીને સ્વચ્છ
આ કાર્યમાં પોરબંદર નગર સેવા સદનનો સ્ટાફ અને મશીનરીનો સહયોગ મળ્યો હતો. પોરબંદર કંઝરવેટીવ હેરિટેજ ગ્રુપના સભ્યો તથા શહેરીજનોએ શ્રમ દાનથી રમણીય ચોપાટીને સ્વચ્છ કરવા જહેમત લીધી હતી.
અનેક લોકો રવિવારે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇ છે
આ કાર્યમાં પોરબંદર નગર સેવા સદનનો સ્ટાફ અને મશીનરી, હેલ્થ ઓફિસર ઢાંકીનો સહયોગ મળ્યો હતો. ચીફ ઓફિસર હેમંત પટેલનું માર્ગદર્શન રહ્યું હતું. આ ઉપરાંત સેવાભાવી સંસ્થા સ્વસ્તિક ગ્રુપના વિનુભાઈ ગૌસ્વામી, પૂજન કવા તેમજ અન્ય મિત્રોએ નોંધનીય કામ કરી અભિયાનને વેગ આપ્યો હતો. આ સાથે નાની મિર જમાતના આરીફ રાઠોડ અને અન્ય સભ્યો પણ આ કાર્યમાં જોડાયા હતા. પોરબંદર કંઝરવેટીવ હેરિટેજ ગ્રુપના નિશાંત બઢ, એડવોકેટ રાજેશ લાખાણી, જી એમ સી સ્કુલના પૂર્ણેશ જૈન, ગરિમા જૈન, નિધિ મોઢવાડીયા, કાજલ વાઘેલા, પંકજ ચંદારાણા, કેતન હિંડોચા તથા શહેરીજનોએ શ્રમ દાનથી રમણીય ચોપાટીને સ્વચ્છ કરવા જહેમત લીધી હતી.