ETV Bharat / state

પોરબંદર HDFCના ક્રેડિટ કાર્ડ સેકશન મેનેજર કોરોનાના ભરડામાં - આઇસોલેશન વોર્ડ

પોરબંદર જિલ્લમાંથી ગુરૂવારે 64 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંંથી એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોરબંદરમાં HDFC બેંકમાં ક્રેડિટ કાર્ડ સેકશનના મેનેજરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં બે અન્ય વ્યક્તિ પણ કોરોનાના ભરડામાં આવ્યા છે. જેમાંથી એક ઉત્તર પ્રદેશના વતની છે. જેમનું સેમ્પલ ઉપલેટા લેવાયું હતું. જ્યારે વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમનું સેમ્પલ જૂનાગઢ લેવામાં આવ્યું હતું.

porbandar corona update
porbandar corona update
author img

By

Published : Jul 10, 2020, 6:06 PM IST

Updated : Jul 10, 2020, 7:27 PM IST

પોરબંદરઃ રાજ્યભરમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોરબંદરમાં ગુરૂવારે 64 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોરબંદરના HDFC બેન્કમાં કામ કરતાં ક્રેડિટ કાર્ડ સેકશનના મેનેજરને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને પોરબંદરના રોયલ આર્કેડ વિસ્તારમાં રહેતા હોવાથી આસપાસના વિસ્તાર તેમજ બેંકને સેનેટાઈઝ કરવામાં આવી હતી. જ્યારે શુક્રવાર બેંક બંધ રાખવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા મેનેજરના સંપર્કમાં આવેલા લોકોની યાદી બનાવવાની શરૂ કરી છે.

પોરબંદર HDFCના ક્રેડિટ કાર્ડ સેકશનના મેનેજરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

પોરબંદર કોરોના અપડેટ

  • સક્રિય કેસ- 7
  • કુલ પોઝિટિવ કેસ-
  • કોરોના પરિક્ષણ- 3682
  • સ્વસ્થ થયેલા દર્દી- 17
  • ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 2307
  • કુલ મૃત્યુ- 2

ઉત્તર પ્રદેશના રહેવાસી અને પોરબંદર ટોલનાકા પર મેનેજર તરીકે ફરજ બજાવતાં એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોરબંદર આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. પોરબંદરના ટોલનાકા પર મેનેજર તરીકે ફરજ બજાવતા યુવાનનું સેમ્પલ ઉપલેટા ખાતે લેવાવું હતું. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોરબંદરનું આરોગ્ય તંત્ર તાત્કાલિક ટોલનાકા પર દોડી ગયું હતું તેમજ તમામ કર્મચારીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જ્યારે કોરોનાના લક્ષણો ધરાવતા લોકોને ડિસ્ટ્રિક્ટ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.

porbandar corona update
પોરબંદર ટોલનાકા પર મેનેજર તરીકે ફરજ બજાવતાં એક યુવાનને કોરોના પોઝિટિવ

પોરબંદરના છાયાના રહેવાસી વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધાએ જૂનાગઢમાં તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જ્યાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય તંત્ર દ્વારા આ અંગે જરૂરી પગલા લેવામાં આવ્યા હતા.

આ સાથે પોરબંદર આરોગ્ય તંત્રએ લોકોને વધુ પડતી ભીડભાડવાળી જગ્યા પર ન જવા અને માસ્ક તથા સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં હાલ આઇસોલેશન વોર્ડમાં કુલ 7 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, જ્યારે શુક્રવારે 62 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

Last Updated : Jul 10, 2020, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.