- શિયાળામાં "તાપણુ" સર્જી શકે છે મોટી આગની દુર્ઘટના
- સાવચેતી રાખવા ફાયર વિભાગ દ્વારા લોકોને કરાઈ અપીલ
- ગત વર્ષે પોરબંદરમાં તાપના કારણે લાગેલી આગમાં એકનું મોત થયું હતું
પોરબંદરઃ હાલ શિયાળાની ઋતુમાં ઠંડીનો પારો વધતાં રાત્રિના સમયે લોકો તાપણું કરતા હોય છે. પરંતુ નાનું એવું તાપણું ક્યારેક વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટી દુર્ઘટના સર્જી શકે છે. જેથી પોરબંદર ફાયર વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઇ છે.
તાપણું કરતા સમયે આસપાસ જ્વલનશીલ પદાર્થ ન હોવો જોઈએ
સામાન્ય ઠંડીથી બચવા લોકો રાત્રીના સમયે મિત્રવર્તુળ કે પરિવારજનો સાથે તાપણું કરતા હોય છે, પરંતુ તે સમયે આસપાસમાં સળગી ઊઠે તેવો પદાર્થ ન હોવો જોઇએ તેની ખાસ તકેદારી રાખવી અને કામ પૂર્ણ કર્યા બાદ તેમાં પાણીનો છંટકાવ કરી તેને ઓલવી નાખવાની તકેદારી રાખવા ફાયર ઓફિસર લલીતભાઈ જોશીએ જણાવ્યું છે. આ ઉપરાંત જો વધુ આગ લાગે તો ફાયર બ્રિગેડ 101 અથવા 286 22 49 850 નો સંપર્ક કરવા જણાવ્યું હતું.