- પોરબંદર જિલ્લા ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયુ
- સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે જિલ્લા ભાજપના નવા કાર્યાલયના નીચેના ભાગનું કરાયું ઉદ્ઘાટન
- સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય બાબુ બોખીરિયાએ કર્યું ઉદ્ઘાટન
- નવુ બની રહેલા કાર્યાલય અધુનિક સુવિદ્યા સાથે સજ્જ હશે
પોરબંદર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા આ ચૂંટણી લડવા માટે તનતોડ મહેનત કરવામાં લાગી ગયા છે. ત્યારે પોરબંદર જિલ્લા ભાજપના બનતા નવા કાર્યાલયમાં નીચેના વિભાગનું ઉદ્ઘાટન સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય બાબુ બોખીરીયા હસ્તે કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યો માટે આ નીચેના વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
નવા બની રહેલા કાર્યાલયમાં વિશેષ સુવિધાઓથી હશે સજ્જ
પોરબંદર જિલ્લા ભાજપનું નવું કાર્યાલય ગ્લોબલ હોસ્પિટલ પાસે બની રહ્યું છે. ત્યારે રવિવારે નીચેના ભાગનું ઉદ્ઘાટન કરતાં બાબુ બોખીરીયાએ જણાવ્યું હતું કે, નવા બની રહેલા ભાજપ કાર્યાલય આધુનિકતા સહિત વિશેષ સુવિધાઓ સજ્જ રહેશે અને હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે તે માટે નીચેના વિભાગનું ઉદ્ઘાટન અહીં કરવામાં આવ્યું છે. જેથી કાર્યકર્તાઓ અને બહારથી આવતા પ્રચારકો અને ભાજપના નેતાઓ અહીં વ્યવસ્થિત રીતે ચૂંટણી લડવા અંગેની કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય બાબુ બોખીરીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયા, પૂર્વ પ્રમુખ વિક્રમ, મહામંત્રી અશોક તથા ખીમજી અને પંકજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.