ETV Bharat / state

Porbandar Crime : પોરબંદરમાં પત્નીને ભગાડી ગયા બાદ કરાઈ યુવકની હત્યા, બે આરોપીની ધરપકડ - ન્યાયની માગણી

પોરબંદરમાં યુવાનની હત્યાની ઘટના બનતા ભારે ચકચાર મચી છે. છાયાના દેવજી ચોકમાં દૂધનો વ્યવસાય કરતા યુવાનની હત્યા કરવામા આવી છે. યુવાનની પત્નીને ભગાડી જઇ રાજકોટના એક શખ્સ સહિત કેટલાક લોકોએ હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.

porbandar-crime-youth-murdered-in-chhaya-extra-marital-affair

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 9:31 PM IST

Updated : Nov 8, 2023, 9:40 PM IST

બે આરોપીની ધરપકડ

પોરબંદર : છાયા વિસ્તારના દેવજી ચોક નજીક રહેતા રાજુ જેસા ઓડેદરા નામના દૂધના વ્યાપાર સાથે સંકળાયેલા વ્યક્તિની આજે સવારે બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા બનાવ બન્યો હતો. મંગળવારના રોજ રાત્રિના સમયે મૃતક રાજુના રહેણાંક મકાનમાં પોતાની પત્ની કૃપાલી ઉર્ફે કપૂના પ્રેમી અને શકમંદ નિતેશ વેકરીયા નામના વ્યક્તિએ આ હત્યા નીપજાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી છે.

વહેલી સવારે ઘાતકી હત્યા : પોરબંદરના છાયા દેવજીચોક વિસ્તારમા રહેતા અને દુધ વહેંચવાનો વ્યવસાય કરતા રાજુ જેસા ઓડેદરા નામના યુવાનની આજે વહેલી સવારે ઘાતકી હત્યા કરવામા આવી હતી. આ બનાવની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક રાજુના માતાપિતાના જણાવ્યા અનુસાર આજે સવારે દૂધની ગાડી આવી હતી અને તેમના ડ્રાઇવરે રાજુના ઘરનું બારણું ખખડાવ્યું હતું. રાજુએ જવાબ નહીં દેતા તેમના પિતા જેશાભાઇને જાણ કરી હતી. તેઓ દોડી આવ્યા હતાં અને ઘરમા જઇ તપાસ કરતા રાજુનો લોહીથી લથપથ મૃતદેહ જોવા મળ્યો હતો.

'આઠ વર્ષ પૂર્વે છાયા રઘુવંશી સોસાયટીમાં રહેતી કૃપાલી ઉર્ફે કપૂ સાથે રાજુ ઓડેદરા એ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન સાત વર્ષની દીકરી કિંજલ છે. છેલ્લા સાત આઠ મહિનાથી પુત્રવધુ કૃપાલી ઉર્ફે કપૂ દીકરી કિંજલ સાથે પતિ રાજુથી અલગ પોતાના પ્રેમી નિતેશ વેકરીયા સાથે રાજકોટ ખાતે રહી હતી. તેમજ તેના છ મહિના બાદ કૃપાલી દીકરી કિંજલ સાથે ફરી રાજુ પાસે રહેવા આવી હતી અને 15 દિવસ પછી પાછી રાજકોટ ખાતે નિતેશ વેકરીયા સાથે રહેવા જતી રહી હતી.જેથી રાજુ કોઈ પણ રીતે પત્ની કૃપાલીને ઘરે લાવવા માંગતો હતો. આ બનાવ માં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે .આ સમગ્ર ઘટનામાં રાજૂની પત્ની કપૂએ કાવતરું ઘડ્યું હતું અને તેના પ્રેમી નિતેશ વેકરિયા અને કૃપાલીના ભાઈ વિશાલ સામાણીની રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. આગળની પૂછપરછ હાથ ધરાઈ છે.' -ૠતુ રાબા, ડીવાયએસપી, પોરબંદર

આઠ વર્ષ અગાઉ રાજુના લગ્ન થયાં હતાં : પોરબંદરના છાયા વિસ્તારમાં દેવજી ચોકમાં રશ્મિ પાનની બાજુમાં રહેતા રાજુ જેસા ઓડેદરાએ આઠ વર્ષ પહેલાં છાયા રઘુવંશી સોસાયટીમાં રહેતી કૃપાલી પ્રવીણભાઈ લોહાણા સાથે નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાંઅને તેમને એક પુત્રી પણ છે. આઠ મહિના પહેલા રાજુની પત્નીને રાજકોટનો નિતીન પટેલ ઘરેથી ઉપાડી ગયો હોવાનું પણ મૃતકના માતાએ મીડિયાને જણાવ્યું હતું. મારા દીકરાને ન્યાય જોઈએ તેવું ચોધાર આસુ એ રડીને મૃતકના માતાએ વ્યથા ઠાલવી હતી.

  1. Patan Crime : પાટણ નિર્મળનગરમાં કોણી અડી ગઇ તો ઉશ્કેરાઇને કરી બબાલ, એક યુવકની હત્યા
  2. Bharuch Crime : અંકલેશ્વર કમલમ તળાવમાંથી કોથળામાં યુવતીનો મૃતદેહ મળ્યો, પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા

Last Updated : Nov 8, 2023, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.