પોરબંદરઃ શહેરના છાયામાં રહેતા 45 વર્ષના પુરુષને તથા 82 વર્ષની મહિલાને તથા ખાપટમાં રહેતા 40 વર્ષના મહિલાને તથા રાણાવાવમાં રહેતા 55 વર્ષના મહિલાને તથા કુતિયાણામાં રહેતા 70 વર્ષના પુરુષને તથા જુરીબાગમાં રહેતા 25 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે રવિવારના રોજ કુલ 08 દર્દોઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે કોરોનાના કારણે થયેલ અત્યાર સુધીમાં 56 લોકોના મોત થયા છે.
પોરબંદરમાં હાલ એક્ટિવ કેસોની વાત કરવામાં આવે તો 53 દર્દી હાલ કોરોના સંક્રમિત છે, જેમા 16 દર્દીઓ પોરબંદર હોસ્પિટલના covid કેર સેન્ટર ખાતે એક દર્દી તથા અન્ય જિલ્લા, રાજ્ય ખાતે 20 દર્દીઓ તથા પોરબંદર જિલ્લામાં હોમ આઇસોલેશનમાં 12 દર્દી અને અન્ય જિલ્લામાંથી કરેલ હોમ આઇસોલેશનમાં 2 દર્દી તથા 2 દર્દીઓનો રિપોર્ટ પેન્ડિંગ છે.