પોરબંદરમાં બુધવારે કોરોનાના 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી પોરબંદર જિલ્લાના કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંકડો 332 થયો છે.
પોરબંદરમાં બુધવારે 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 228 કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
પોરબંદર કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 332
- કુલ સક્રિય કેસ - 79
- કુલ ડિસ્ચાર્જ - 228
- કુલ મૃત્યુ - 25
પોરબંદરમાં હાલ કુલ 79 એક્ટિવ કેસ છે. જેમાંથી પોરબંદર હોસ્પિટલ ખાતે 23 કોવિડ કેર સેન્ટર ખાતે 12, અન્ય જિલ્લા રાજ્ય ખાતે 30 અને હોમ આઇસોલેશન ખાતે 11 તથા સ્ટેટસ પેન્ડીંગ 3 દર્દીઓ છે.
પોરબંદરમાં બુધવારે જાહેરમાં માસ્ક ન પહેરવાના બદલ તેમજ જાહેરમાં થૂંકવાના કેસમાં 65,000 રૂપિયામાં દંડની વસુલાત કરવામાં આવી છે.
પોરબંદરમાં ડિસ્ટ્રિક્ટ ક્વોરેેેન્ટાઇન ખાતે સરકારી સ્થળે 150 અને ખાનગી સ્થળે 10 વ્યક્તિઓ છે, આ ઉપરાંત હોમ ક્વોરેેેન્ટાઇનમાં હાલ 1288 વ્યક્તિ છે.
પોરબંદર જિલ્લામાં કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા 93 છે. જેમાં ઘરોની સંખ્યા 581 છે અને વ્યક્તિઓની સંખ્યા 2148 છે.
પોરબંદર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે 812 વ્યક્તિઓનું ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે. જ્યારે એન્ટ્રી પોઈન્ટ પર 4,010 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.