પોરબંદરઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે શનિવારે પોરબંદરની જાણીતી હોસ્પિટલના તબીબનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના રહેણાંક વિસ્તારને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલ પણ બંધ કરવામાં આવી છે.
પોરબંદર કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 35
- કુલ સક્રિય કેસ - 6
- કુલ ડિસ્ચાર્જ - 27
- કુલ મૃત્યુ - 2
પોરબંદરમાં ઝુંડાળા જિન પ્રેસ વિસ્તારમાં રહેતા અને HDFC બેંકમાં નોકરી કરતા યુવાનનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અગાઉ બેંકમાં પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવ્યો હતો. આ ઉપરાંત નગીના મસ્જિદ પાસે રહેતા એક સોપારીનો વ્યવસાય કરતા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના રહેણાંક વિસ્તારની આસપાસ પણ કન્ટેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
ખાપટ ગામમાં રહેતી એક મહિલાને શંકાસ્પદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ પોરબંદરની લેબમાં આવ્યો છે. જેમનો રિપોર્ટ કન્ફર્મેશન માટે જામનગર મોકલવામાં આવશે. તેમ ભાવસિંહજી કોવિડ 19 હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું.