ETV Bharat / state

'પોરબંદર-છાંયા નગરપાલિકા 311' એપ્લિકેશન MLA બાબુ બોખીરિયાએ લોન્ચ કરી - porbandar

પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા 311 એપ્લિકેશન શુક્રવારે નગરપાલિકાના સભાખંડમાં ધારાસભ્ય બાબુ બોખીરિયાના હસતે લોન્ચ કરાઈ છે. જેથી રસ્તા, કચરો, પાણી, સાફ સફાઇ, સ્ટ્રીટલાઇટ વગેરે સમસ્યાની એપ્લિકેશનમાં રજૂઆત કરી શકાશે અને તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ થાય તેવા તંત્ર દ્વારા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે.

ETV BHARAT
'પોરબંદર-છાંયા નગરપાલિકા 311' એપ્લિકેશન MLA બાબુ બોખીરિયાએ લોન્ચ કરી
author img

By

Published : Dec 5, 2020, 5:14 PM IST

  • બાબુ બોખીરિયાએ એપ્લિકેશન લોન્ચ કરી
  • નગરજનોને સમસ્યાના નિરાકરણ માટે કચેરી ખાતે અરજી કરવા ધક્કાથી છુટકારો
  • રસ્તા, કચરો, પાણી, સાફ સફાઇ, સ્ટ્રીટલાઇટ વગેરે સમસ્યાની એપ્લિકેશનમાં કરી શકાશે રજુઆત

પોરબંદરઃ પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા 311 એપ્લિકેશન શુક્રવારે નગરપાલિકાના સભાખંડમાં ધારાસભ્ય બાબુ બોખીરિયાના હસતે લોન્ચ કરાઈ છે. જેથી રસ્તા, કચરો, પાણી, સાફ સફાઇ, સ્ટ્રીટલાઇટ વગેરે સમસ્યાની એપ્લિકેશનમાં રજૂઆત કરી શકાશે અને તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ થાય તેવા તંત્ર દ્વારા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. આ એપ નગરજનોએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને મોબાઈલ નંબર અથવા ઈ-મેઇલ આઈડી રજિસ્ટ્રેશન કર્યા પછી લોકો એપ્લિકેશનમાં આપેલ ફોર્મેટ મુજબ શહેરમાં વિવિધ પ્રકારની સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી શકશે.

એપ્લિકેશન GPS સિસ્ટમથી સજ્જ

પોરબંદરના નગરજનોને સ્ટ્રીટલાઈટ, પાણી, રસ્તા, ભૂગર્ભ ગટર, સૌચાલયની સાફ-સફાઈ, ઉપરાંત શહેરમાં સફાઈનો અભાવ રહેતો હોય અને ગંદકીના ગંજ ખડકાયેલા હોય વગેરે પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પાલિકા ખાતે રજૂઆત કરવા માટે થતા ધરમના ધક્કામાંથી છુટકારો મળશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ લોકોને રજૂઆત કરવા માટે પાલિકામાં ધક્કા ખાવા પડતા હતા, જે હવે નહીં ખાવા પડે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ એપ્લિકેશનમાં GPS સિસ્ટમ હોવાથી લોકોના પ્રશ્નોના રિલેટેડ કર્મચારીઓ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી સમસ્યાનું નિરાકરણ કરશે. આમ લોન્ચ કરાયેલા એપ્લિકેશનથી લોકોની સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક ધોરણે થશે. રજુઆત પેન્ટિંગ હશે તો તે પણ જોઈ શકાશે અને એપ્લિકેશનમાં લોકોએ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરેલી હશે અને જો તેનું નિરાકરણ નહીં થાય તો સીધું મોનિટરીંગ તેમના દ્વારા કરવામાં આવશે.

'પોરબંદર-છાંયા નગરપાલિકા 311' એપ્લિકેશન MLA બાબુ બોખીરિયાએ લોન્ચ કરી

એપ્લિકેશનમાં અન્ય કઈ-કઈ વિગતોની માહિતી મળશે?

નગરપાલિકા દ્વારા લોન્ચ કરવામાં આવેલી એપ્લિકેશનમાં શહેરમાં આવેલા ફરવા લાયક સ્થળોનું અંતર જાણવું વગેરે માહિતી મળી રહેશે. આપ જે સ્થળ પર હોવ ત્યાંથી કેટલા અંતરે દુર છે તેની વિગત પણ મળી રહેશે. ઉપરાંત ફાયર વિભાગ, પોલીસ, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન અને શહેરની હોસ્પિટલો, ATM, પબ્લિક ટોયલેટ, માર્કેટ, બસ સ્ટેશન, બ્લડ બેન્ક સહિત ક્યાં સ્થળે આવેલ છે અને તેનું અંતર કેટલું છે તે અંગેની માહિતી મળી રહેશે.

આધુનિકતાના ઉપયોગથી નગરજનોને નવી સુવિધાઓ મળશે

નગરપાલિકા દ્વારા લોન્ચિંગ કરવામાં આવેલી એપ્લિકેશનમાં જાહેર માર્ગો પર થતી ગંદકીના ફોટોગ્રાફ્સ મોકલી શકાશે અને કોઈ અન્ય નાની-મોટી સમસ્યા હોય તો તેમના ફોટોગ્રાફ્સ સાથેની રજૂઆત કરી શકાશે અને GPS સિસ્ટમ હોવાથી કર્મચારીઓ પણ સ્થળ પર આવી સમસ્યાનું નિરાકરણ કરશે. આમ આધુનિકતાના ઉપયોગથી નગરજનોને નવી સુવિધાઓ મળશે તેમ ધારાસભ્ય બાબુ ભાઈ બોખીરિયા એ જણાવ્યું હતું

એપ્લિકેશનથી ફરિયાદોનું નિવારણ અસરકારક બનશે

નગરજનોને તેમની રજૂઆત અને સમસ્યાના નિરાકરણ માટે કચેરી ખાતે અરજી કરવા માટે લંબાવવુ ન પડે અને તેમની સમસ્યાનું તાત્કાલિક ધોરણે સ્થળ પર જ નિરાકરણ થઈ શકે તેવા આશયથી આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.