પોરબંદર : ગત તારીખ 23 મેના રોજ ખીજડી પ્લોટ વિસ્તારમાં ગઢવી યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેમાં બીજા જ દિવસે પોલીસ દ્વારા હત્યારાઓને પકડી પાડવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા ઢીલી નીતિ દાખવવામાં આવતું હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. ત્યારે આજે પોરબંદરના ચારણ સમાજ દ્વારા કકડ તપાસ કરવા આવેદનપત્ર પાઠવીને માંગ કરી હતી.
આજે ચારણ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે. જે બાબતમાં પોલીસ વિભાગ યોગ્ય તપાસ કરશે તેવી મૃતકના પરિવારને ખાતરી આપી હતી. ઉપરાંત આ બાબતમાં કોઈ વધુ વિગત આવે તો મીડિયાને પણ જાણ કરવામાં આવશે. - સુરજીત મહેડું (Dysp ગ્રામ્ય)
શું હતો સમગ્ર મામલો : પોરબંદરમાં ગત 23 મેના રોજ કાયારામા ગઢવી નામના યુવાન તેની પત્ની સાથે સ્કૂટર લઈને જઈ રહ્યો હતો, ત્યારે ખીજડી પ્લોટ પાસે વિધર્મી યુવાને આવી શરીરના ઘાથી હત્યા કરી હતી. આ ઘટનામાં મૃતકની પત્ની નિતા તેમજ હત્યાનો આરોપી રહીમ બન્ને પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું. જેમાં રહીમ હુસેન ખીરાણી અને તેના સાગરીત બે અન્ય શખ્સો મીરાજ ઇકબાલ પઠાણ અને તોફિક હનીફ ભટીને ઝડપી લેવાયા હતા, પરંતુ મૃતકના ભાઈ અને ચારણ સમાજ તેમજ હિન્દુ સમાજ દ્વારા લવ જેહાદની આશંકા વ્યક્ત કરાઈ હતી. દેશ વિરોધી પ્રવૃત્તિ ધરાવતા લોકોના ઈશારે આ હત્યા થઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી, પોલીસ દ્વારા વિધર્મી યુવાનો પર વધુ તપાસ થાય, CBI દ્વારા તપાસ થાય એ બાબતમાં જિલ્લા કલેકટર તેમજ પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી છે.
દેશ વિરોધી પ્રવૃત્તિ : મૃતકના ભાઈ ભલાભાઈ ગઢવીએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તેમના ભાઈ કાયારામા ગઢવીની 23 મેં ના રોજ વિધર્મી શખ્સો દ્વારા સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. જે બાબતમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ચલાવતા આકાઓ સાથે હત્યારાની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમજ પોલીસ દ્વારા તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી હતી.