ETV Bharat / state

Porbandar police: પોરબંદર જિલ્લામાં ચોરીના અનડિટેકટ ગુનાઓ શોધવા માટે પોલીસે બનાવ્યો ખાસ પ્લાન! - Etv bharat gujarat porbandar police undetact theft

પોરબંદર શહેર અને જિલ્લામાં ચોરીની વધતી જતી ઘટનાઓને લઇને પોરબંદર પોલીસ સતર્ક બની છે અને આ મામલે સતત કામગીરી હાથ ધરવામાં આવી છે, આ બાબતે પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજા તથા તેની ટીમ કામે લાગી છે અને ચોરીની વધુ ઘટનાઓ બનતી અટકાવવા માટે એક ખાસ પ્લાન બનાવ્યો છે.

Porbandar police
Porbandar police
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2023, 6:39 AM IST

Updated : Nov 4, 2023, 11:09 AM IST

ચોરીના અનડિટેકટ ગુનાઓ શોધવા માટે પોલીસનો પ્લાન

પોરબંદર: જિલ્લામાં છેલ્લાં બે વર્ષથી અનેક ચોરીની ઘટનાઓ નોંધાઈ છે, વર્ષ 2022માં જિલ્લામાં પાંચ ચોરીના બન્યાં હતા, જેમાંથી ત્રણ ડિટેક્ટ અને બે ગુન્હાઓ અનડીટેકટ થયા છે. આ ઉપરાંત 2023માં ચોરીના કુલ સાત બનાવમાંથી બે ડિટેક્ટ અને પાંચ ગુન્હા અનડિટેક્ટ થયા છે. જેને લઇને પોરબંદર પોલીસ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી છે, આ બાબતે પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજા તથા તેની ટીમ કામે લાગી છે અને ચોરીની વધુ ઘટનાઓ બનતી અટકાવવા માટે એક ખાસ પ્લાન બનાવ્યો છે.

પોલીસનો ખાસ પ્લાન: રબંદર જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં થયેલ ચોરીની ઘટનાઓ અંગે પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અનડિટેકટ ગુન્હાઓનું ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન સતત મોનિટરિંગ થતું હોય છે, ઘણા બધા ગુનાઓ પોરબંદર પોલીસે ડિટેક્ટ કર્યા છે પોરબંદર ઉપરાંત આસપાસના જિલ્લાઓમાં થતી ચોર ગેંગને પોરબંદર પોલીસે પકડી છે. પોરબંદર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતિય મજૂરો કામ કરતા હોય છે અને દિવાળીની સિઝનમાં પોતપોતાના ગામે જતા હોય છે. આથી ત્યારે ચોરીના બનાવો બનતા હોય છે, તેના માટે પોરબંદર પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે, જેમાં બગવદર, રાણાવાવ અને કુતિયાણા વિસ્તારમાં જે પરપ્રાંતીય લોકો મજૂરી કામ કરે છે, તેનું રજીસ્ટ્રેશન નોંધણી અને આધાર પુરાવો મેળવવાની દસ દિવસની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પોરબંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તલાટી મંત્રીઓ, સરપંચો અને સભ્યોનો સહયોગ લઈ પર પ્રાંતીઓની નોંધણી કરવામાં આવી રહી છે, અને એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે પોલીસ પાસે રહેશે, તદઉપરાંત કોઈ ગુન્હાઓ બનશે ત્યારે ડિટેકશનમાં આ ડેટાનો ઉપયોગ કરી શકાશે.

ડિટેક્ટ થયેલ ગુન્હાઓની નોંધ: તેની સાથે જ પોરબંદર પોલીસે પોરબંદર શહેરમાં થયેલી ચોરીઓ ઉપરાંત કુતિયાણા, રાણાવાવ, નવી બંદર, બગવદર જેવા ગામોમાં થયેલી ઘણી ચોરીની ઘટનાઓ ડિટેક્ટ કરી છે. હાલ તો તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પોલીસ ખુબ સતર્કતા દાખવી રહી છે. ત્યારે ચોરીની વધુ ઘટનાઓ બનતી અટકાવવા માટે પોલીસે બનાવેલા આ ખાસ પ્લાનની કેવી અસર થાય છે તે જોવું રહ્યું.

  1. Release of Indian fishermen from Pak jail : પાકિસ્તાને આપી ભારતીય માછીમારોના પરિવારજનોને દિવાળી ગિફ્ટ, માછીમારોને જેલમાંથી કરશે મુક્ત
  2. Porbandar Swaminarayan Nursing Hostel : પોરબંદર સ્વામિનારાયણ નર્સિંગ હોસ્ટેલમાં વિવાદિત ઓડિયોકલીપ સામે આવતા NSUIએ કર્યો વિરોધ

Last Updated : Nov 4, 2023, 11:09 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.