ETV Bharat / state

પોરબંદરમાં વેબીનારથી મતદાર યાદી અંગે લોકોને જાગૃત કરાયા - નોડલ ઓફિસર

ગાંધીનગરના અધિક મુખ્ય ચૂંટણી આયોગ અને પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારીની સૂચના હેઠળ મતદાર યાદીમાં નામની નોંધણી કરવા અને લોકોને જાગૃત કરવા અંગે વેબીનાર યોજાયો હતો. પોરબંદરના સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીના સૌજન્યથી ડો. વી. આર.ગોઢાણિયા કોલેજ ખાતે મતદાર યાદીમાં નામની નોંધણી કરવા માટે યુનિવર્સિટી કોલેજોના લાયકાત ધરાવતા વિધાર્થીઓ માટે વેબિનાર યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

પોરબંદરમાં વેબીનારથી મતદાર યાદી અંગે લોકોને જાગૃત કરાયા

author img

By

Published : Nov 25, 2020, 6:56 PM IST

  • પોરબંદર જિલ્લા ચૂંટણી તંત્રે મતદાર યાદી અંગે જાગૃત કરવા યુવાઓ સાથે વેબીનાર યોજ્યો
  • મતદાન દ્વારા લોકશાહી કેવી રીતે મજબૂત કરી શકાય તેની માહિતી આપવામાં આવી
  • વેબીનારમાં જોડાયેલા લોકોને ફોર્મ નંબર- 6ની વિગતવાર જાણકારી આપવામાં આવી
  • વી. આર. ગોઢાણિયા કોલેજમાં યોજાયેલા વેબીનારમાં વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું

પોરબંદરઃ આ ઓનલાઈન વેબિનારમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે. વી. ભાટી દ્વારા કોલેજના વિધાર્થીઓને હાલમાં ચાલી રહેલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-201 અન્વયે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમ જ આ કાર્યક્રમની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્વીપ નોડલ અધિકારીના પ્રતિનિધિ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઈ. આઈ. સોની દ્વારા ભવિષ્યના યુવા મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં તેઓની ભૂમિકા તેમ જ મતદાન થકી લોકશાહી કેવી રીતે મજબુત કરી શકાય તેની માહિતી આપવામાં આવી હતી. નવયુગ વિદ્યાલય, પોરબંદરના શિક્ષક અને બી. એલ. ઓ એમ. ડી. વાણવી દ્વારા મતદાર યાદીમાં નામ ઉંમેરવા માટે ફોર્મ. 6 ભરી મતદાન યાદીમાં તેઓનું નામ ઉમેરી શકાય તે માટે ફોર્મ નંબર-6ની વિગતવાર જાણકારી આ વેબિનારમાં આપવામાં આવી હતી.

પોરબંદરમાં વેબીનારથી મતદાર યાદી અંગે લોકોને જાગૃત કરાયા
પોરબંદરમાં વેબીનારથી મતદાર યાદી અંગે લોકોને જાગૃત કરાયા

વિદ્યાર્થીઓ પોતાને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું
આ વેબિનારમાં કોલેજના બહોળી સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાને મુંઝવતા અનેક પ્રશ્નો પણ પૂછી તેનું નિરાકરણ મેળવ્યું હતું. મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ-6 કેવી રીતે ભરવું. મતદાર યાદીમાં કેવી રીતે પોતાનું નામ ઉમેરી શકાય તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.