પોરબંદર: કોરોના વાઇરસ મહામારીને પગલે છથી સાત મહિના સુધી જાહેર સ્થળોની મુલાકાત પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે તાજેતરમાં અનલોક-4ની ગાઈડલાઈન્સ મુજબ પોરબંદરમાં આવેલા રમણીય સ્થળો ચોપાટી સહિત બાગ-બગીચાઓ લોકો માટે ખુલ્લા મુકાયા હતા. જેથી લોકોમાં ખુશીની લહેર ફરી વળી હતી અને લોકોએ તંત્રનો આભાર માન્યો હતો.
પોરબંદરમાં કોરોનાના ભય વચ્ચે ચોપાટી સહીત બાગ-બગીચા ખુલ્લા મુકાતા ભીડ ઉમટી કોરોનાના ભયને લીધે છ મહિના સુધી બંધ રહેલી પોરબંદરની રમણીય ચોપાટી આજે લોકો માટે ખુલ્લી મુકાતા બાળકો પણ ખુશ જોવા મળ્યા હતા. ઉપરાંત લારી ગલ્લાવાળા તથા અન્ય ફેરીયાના વર્ગોમાં પણ રોજગારીની આવકમાં વધારો થયો હતો. પરંતુ લોકોની વધુ ભીડ જોઈને ઘણા લોકો દ્વારા સોશીયલ ડિસ્ટન્સનો ભંગ થઈ રહ્યો હોય તેવું પણ જાણવા મળ્યું હતું. ચોપાટી સિવાય પોરબંદરના અન્ય એક સ્થળ અસમાવતી રિવરફ્રન્ટને પણ ખુલ્લું મૂકવામાં આવે તો ચોપાટી પરની ભીડ ઓછી કરી શકાય છે તેમ જણાવી લોકોએ અસમાવતી રિવરફ્રન્ટને પણ ખુલ્લો મુકવાની માગ કરી હતી.પોરબંદરમાં કોરોનાના ભય વચ્ચે ચોપાટી સહીત બાગ બગીચા ખુલ્લા મુકાતા ભીડ ઉમટી