પોરબંદરમાં આજે સ્વસ્તિક હોલ ખાતે વહીવટી તંત્ર દ્વારા રાજ્યના પ્રજાજનોના યોજનાકીય પ્રશ્નોનું નિરાકરણ થાય અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી તાલુકા કક્ષાએ પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ આ કાર્યક્રમમાં માઁ કાર્ડ કઢાવવા માટે એક દર્દી આવ્યા હતા જેને જોઈને અનેક લોકો અચંબિત થઈ ગયા હતા.
તેમની ચાલવાની પણ પરિસ્થિતિ ન હતી અને તેઓને તેના ભત્રીજા વિપુલભાઈ વાઢીયા દ્વારા છકડામાં લાવવામાં આવ્યા હતા. આ દ્રશ્ય જોઈ અનેક લોકોના હૃદય દ્રવી ઉઠ્યા હતા અને વિપુલભાઈ જણાવ્યું હતું કે દર્દીઓને અહીં સુધી લાવવામાં મુશ્કેલી પડે છે આથી સરકાર સમક્ષ એક જ રજૂઆત છે કે જે દર્દી હલનચલન ન કરી શકતો હોય તો તેમને હોસ્પિટલમાં જ તાત્કાલિક માઁ કાર્ડ કઢાવવામાં આવે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી ગરીબ દર્દીઓ વધુ હેરાન ના થાય અને સરકાર આ બાબતે માનવતા દાખવે તેવી વિનંતી કરી હતી.