પોરબંદર: પાકિસ્તાનની નાપાક હરકતનો ફરી પર્દાફાશ થયો છે. ગઈકાલે (શનીવારે) પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સે (Pakistan Marine Security Force) 5 બોટ સહિત 30 માછીમારોના અપહરણના (Pakistan kidnap Indian fishermen) અહેવાલ મળ્યા છે. અપહરણ કરાયેલ બોટ પોરબંદર, વણાકબારા, ઓખાની 1 અને 2 માંગરોળની બોટ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: પાકની વધુ એક નાપાક હરકત, પાકિસ્તાને કર્યું વધુ એક બોટનું અપહરણ
છેલ્લા 25 દિવસમાં 20 બોટ 120 ભારતીય માછીમારોનું અપહરણ
પાકિસ્તાન મરીન ફોર્સએ (Pakistan Marine Security Force) છેલ્લા 25 દિવસમાં 20 બોટ 120 ભારતીય માછીમારોનું અપહરણ (Pakistan kidnap Indian fishermen) કર્યું છે, ત્યારે સરકાર દ્વારા કોઈ એક્શન લેવામાં ન આવતા માછીમારોમાં રોષ ભભૂક્યો છે. પકડાપકડીનો ખેલ બંધ કરવા તથા હાલ 1200 બોટ અને 500 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં છે. પાકિસ્તાન જેલમાં સબળતા માછીમારોને મુક્ત કરવા નેશનલ ફિસ ફોરમના મનીષ લોઢારી એ માંગ કરી છે.
આ પણ વાંચો: પાકિસ્તાન મરીને 6 ભારતીય ફિશિંગ બોટ અને 36 માછીમારોને પકડ્યા હોવાની વાત સ્વીકારી
આ અગાઉ પણ કરાયું હતું અપહરણ
- 6 ફેબ્રુઆરી : પાકિસ્તાન મરીનની દ્વારા 2 બોટ સાથે 12 જેટલા માછીમારોનું અપહરણ (Pakistan Marines hijack 2 boats) કરવામાં આવ્યું હતું. જેને 7 ફેબ્રુઆરીના રોજ કરાચી ખાતે લઈ જવામાં આવ્યા હતાં.
- 1 ફેબ્રુઆરી : ઓખાની 'સત્યવતી' બોટને પાકિસ્તાન મેરીન સિક્યુરિટી દ્વારા પોરબંદર-પાક સરહદે ભારતીય જળસીમામાંથી હાઇજેક કરવામાં આવી હતી.
- 28 જાન્યુઆરી : માંગરોળની 'તુલસી મૈયા' નામની બોટને ભારતની સમુદ્ર સીમાએથી હાઇજેક કરવામાં આવી હતી. IMBL નજીકથી પાક મરીન બોટને 7 માછીમારો સાથે કરાંચી લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.