ETV Bharat / state

Sagar Suraksha Kavachh: તમામ સુરક્ષા એજન્સીઓ સાથે ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ

ગુજરાતનો દરિયાકાંઠો કાયમ ડ્રગ અને પ્રતિબંધિત વસ્તુઓ માટે સંવેદનશીલ રહ્યો છે. આ ઉપરાંત તાજ પર હુમલો કરવા માટે પણ ત્રાસવાદીઓએ આ દરિયાના રૂટનો ઉપયોગ કર્યો હતો. આવી કોઈ ઘટના ફરી ન બને અને પ્રતિબંધીત વસ્તુઓનો વેપલો ન વધે એ માટે સમુદ્રી સુરક્ષા વધારવા પગલાં લેવાયા છે.

author img

By

Published : Apr 12, 2023, 1:34 PM IST

Updated : Apr 13, 2023, 11:32 AM IST

તમામ સુરક્ષા એજન્સીઓ સાથે "ઓપરેશન સાગર સુરક્ષા કવચ" નો પ્રારંભ

પોરબંદરઃ કાયમ સોફ્ટટાર્ગેટ અને સંવેદનશીલ રહેતા ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા વધારવા માટેના પગલાં લેવાયા છે. ખાસ કરીને રાત્રીના સમયે ખોટી રીતે ઘુસી આવતા ઘુસણખોરને રોકવા માટે સુરક્ષા એજન્સીઓ તરફથી ઑપરેશન સાગર સુરક્ષા કવચ શરૂ કરવામાં આવ્યું છે. ડ્રગની ખેપ, ત્રાસવાદ, હથિયારની હેરાફેરી રોકવા માટે નક્કર પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે.

આ પણ વાંચો Porbandar Crime : બુટલેગરના બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

ખાસ તાલીમ અપાઈઃ સુરક્ષા એજન્સીઓમાં સંકલન વધુ મજબુત રહે તેવો સરકારનો હેતુ ડ્રોન હુમલાનો સામનો કરવા સુરક્ષા એજન્સીઓને તાલીમ અપાઈ હતી. પોરબંદર જિલ્લામાં 471 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં દરિયા કિનારા ધરાવતા જિલ્લાઓમાં તમામ સુરક્ષા એજન્સીઓની સંયુક્ત કવાયત અંતર્ગત ઓપરેશન સાગર સુરક્ષા કવચ 11 અને 12 એપ્રિલના 48 કલાક સુધી ચાલશે. બે દિવસ સુધી બાર જિલ્લામાં કોરના કાળના ત્રણ વર્ષ બાદ સાગર સુરક્ષા કવચ ઓપરેશન હાથ ધરાયું છે.

એજન્સી વચ્ચે સંકલન: તમામ સુરક્ષા એજન્સીય વચ્ચે સંકલન રહે તે હેતુથી આ આયોજન કરાય છે. 26/11 ના હુમલાબાદ દરિયા કિનારાની સુરક્ષા કરતી એજન્સી વચ્ચે સંકલન નહીં હોવાનું એક તારણ આવ્યું હતું. જે બાદ કોસ્ટગાર્ડ દ્વારા વર્ષમાં બે વખત તમામ સુરક્ષા એજન્સીઓ સાથે રાખી કવાયત હાથ ધરવામાં આવે છે. જેમાં કોસ્ટગાર્ડ ,જીએમબી મરીન પોલીસ ,આઈબી,ફિશરીઝ આ ઓપરેશનમાં જોડાય છે. ત્યારે આ વર્ષે ડ્રોન હુમલાનો કેવી રીતે સામનો કરવો તે પ્રકારની પણ તાલીમ અપાય છે. સાગર સુરક્ષા કવચ અંતર્ગત દરિયા કિનારા પર અને દરિયાની મધ્યમાં માં પણ મોક ડ્રિલ યોજાઈ છે. તમામ સુરક્ષા એજન્સીય વચ્ચે સંકલન રહે તે હેતુથી આ આયોજન કરાયું છે. તેમ સીટી ડીવાયએસપી પોરબંદર નીલમ ગોસ્વામી એ જણાવ્યું હતું.

આ પણ વાંચો Porbandar News : સમુદ્ર સફરે નીકળેલા 120 ગોરાઓએ તાજમહલ બાદ પોરબંદરની મુલાકાત લઈને અભિભૂત થયા

અતિ સંવેદનશીલ: ગુજરાત રાજ્યનો સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. રમણીય લાગતો દરિયા કિનારો સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂતકાળમાં બનેલી અનેક એવી ઘટનાઓ છે. જે સાબિત કરે છે જેમાં 1992માં મુંબઈ સીરીયલ બ્લાસ્ટ હોય કે 26.11 નો હુમલો જેમાં ગુજરાતના દરિયાકિનારોનો ઉપયોગ થયો છે. તેથી ફરી આવા બનાવો ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ વધુ ચોકસાઈ વર્તી રહી છે. જેને લઈને પોરબંદરમાં પણ આ સાગર સુરક્ષા કવચ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. બે દિવસ સુધી કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Last Updated : Apr 13, 2023, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.