પોરબંદર : શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે સ્વિમિંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ઓપન પોરબંદર સ્વિમિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં 125 થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને અલગ અલગ કેટેગરીમાં અનેક તરવૈયાઓએ પોતાનું કૌવત બતાવ્યું હતું.
આ ઓપન પોરબંદર સ્વિમિંગ સ્પર્ધામાં ગત વર્ષ કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાં 01 થી 14 વર્ષની કેટેગરીની બહેનોમાં શાંતીબેન મોરી પ્રથમ, અદિતિ સાલુકે દ્વિતીય, અને કાજલ મોરીએ ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે ભાઈઓ માં પ્રથમ હિતેન પરમાર, દ્વિતીય માહીન જુંગી અને ત્રીજો ક્રમાંક અભય ઢેબરએ મેળવ્યો હતો. - દીપકભાઈ ઉનડકટ, શ્રીરામ સ્વીમીંગ કલબના મેમ્બર
અલગ-અલગ કેટેગરીમાં વિજેતા થયા : 14 વર્ષ થી 40 વર્ષની બહેનોમાં પ્રથમ ક્રમાંક પૂજા મોરી, દ્વિતીય ક્રમાંક એકતા સોની અને ત્રીજો ક્રમાંક ભૂમિ સોલંકીએ મેળવ્યો હતો. આ કેટેગરીના ભાઈઓની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે પાર્થ સોલંકી તથા દ્વિતીય ક્રમાંકે હર્ષ મકવાણા અને ત્રીજા ક્રમાંકે વિક્રમ મોરી વિજેતા બન્યા હતા. જ્યારે 40 વર્ષથી 60 વર્ષ સુધીની કેટેગરીમાં બહેનોમાં દક્ષાબેન ચામડિયા પ્રથમ ક્રમાંકે, ભાવનાબેન ચામડિયા દ્વિતીય ક્રમાંકે તથા ડોક્ટર રૂપા બેન બારીયા ત્રીજા ક્રમાંકે વિજેતા બન્યા હતા. ભાઈઓમાં જયેશ પ્રથમ ક્રમાંકે, ઘનશ્યામ સોલંકી દ્વિતીય ક્રમાંકે અને ત્રીજા ક્રમાંકે વિજયભાઈ મોતી વિજેતા બન્યા હતા.
છેલ્લા 22 વર્ષથી આ સ્પર્ધાનું આયોજન થાય છે. પ્રથમ ક્રમાંક મેળવી અનોખો આનંદ થાય છે. શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે આ પ્રકારની સ્વિમિંગ કોમ્પિટિશન યોજાય છે. નેશનલ લેવલની કોમ્પિટિશન આગામી 6 તથા 7 જાન્યુઆરીના રોજ પોરબંદર ચોપાટી ખાતે યોજાશે, જેમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 1000 થી પણ વધુ તરવૈયાઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. આ કોમ્પિટિશન નિહાળવા સૌને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્ય દીપકભાઈ એ આમંત્રણ પાઠવ્યું હતું. - તરવૈયા પ્રેમજીભાઈ પોસ્તરીયા
વર્ષ 01થી તમામ પ્રકારના લોકો આમાં ભાગ લઇ શકે : 60 વર્ષથી ઉપરના લોકોમાં બહેનોમાં લીલુબેન મલ્લી પ્રથમ ક્રમાંકે અને રંજનબેન કોટક દ્વિતીય ક્રમાંકે વિજેતા બન્યા હતા. ભાઈઓમાં પ્રથમ ક્રમાંકે પ્રેમજીભાઈ પોસ્ટરીયા તથા દ્વિતીય ક્રમાંકે ટીનાભાઇ મોરી અને ત્રીજા ક્રમાંકે બાબુભાઈ મચ્છવારા વિજેતા બન્યા હતા. આ ઉપરાંત 10 kmમાં જયદીપ કીથોરિયા પ્રથમ ક્રમાંકે તથા જયમલ ઓડેદરા દ્વિતીય ક્રમાંકે અને હિરેન દ્વિતીય ક્રમાંક એ વિજેતા બન્યા હતા.
હું વર્ષોથી આ સ્પર્ધામાં ભાગ લવ છું અને દર વખતે વિજેતા બનું છું. ખેલ મહાકુંભમાં પણ હું અનેકવાર વિજેતા બન્યો છું. મને સ્વિમિંગમાં બહોળો અનુભવ પણ છે. - સ્પર્ધામાં ભાગ લેનાર ઈશા ભાઈ મોરી