પોરબંદર: કુતિયાણા તાલુકામાં નોવેલ કોરોના વાઇરસનો એક પોઝિટિવ કેસ સામે આવતા વાઇરસનાં ઝડપી સંક્રમણને ધ્યાનમાં લઈ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે પોરબંદર કલેકટર ડી.એન. મોદીએ કુતિયાણા ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે જેમાં તાલુકાના રણજીતનગર વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.
![કુતિયાણામાં કોરોનાનો કેસ સામે આવતા કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10:18_gj-pbr-04-kutiyana-containment-zone-10018_01062020220337_0106f_1591029217_510.jpg)
આવશ્યક સેવાઓ સવારે 8 કલાકથી બપોરે 3 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. લોકોની આવનજાવન માટે વાહનોની ચકાસણી કરવામાં આવશે.