પોરબંદર: ગુજરાત પર એક બાદ એક વાવાઝોડા આવી રહ્યા છે. ફરી એક વખત તેજ નામનું વાવાઝોડું આવી રહ્યું છે. જેને લઈને તંત્ર દ્રારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા તેજ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ વાવાઝોડા સંદર્ભે કોઈ પ્રકારની સુચનાઓનો પરિપત્ર હજુ સુધી આવ્યો નથી. પોરબંદરના વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો બદલાવ જોવા મળ્યો નથી. સામાન્ય પ્રકારનું વાતાવરણ છે. ગરમીમાં વધારો થયો હોય તેવું જણાઈ રહ્યું છે.આથી હાલ વાતાવરણ શાંતિ હોવાનું મુકેશ પાંજરી એ જણાવ્યું હતું."-- મુકેશ પાંજરી ( પોરબંદર માછીમાર બોટ એશોશિયન પ્રમુખ)
બે નંબરનું સિગ્નલ: પોરબંદરમાં ગઈકાલે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. ત્યારે આજે બપોરે પોરબંદર બંદર પર એક નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું હતું. તે જ વાવાઝોડાની અસર વધુ થવાની હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોરબંદર પોર્ટ પર બે નંબરનું સિગ્નલ હાલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અને દરિયા કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડાની સંભાવના હોવાના કારણે વધુ ભવન અથવા તો વરસાદ થવાની સંભાવના ને લઈ ખેડૂતો પણ એલર્ટ રહે તેવી હવામાન વિભાગ ના લેટરમાં જાણ કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાયું: હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રના માછીમારોને અરબ સાગરના દક્ષિણ-પશ્ચિમ દરિયામાં દૂર સુધી ખેડાણ ન કરવા અંગે ચેતવણી આપી છે. હવામાન વિભાગે 'તેજ' વાવાઝોડા સાથે બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવા અંગે આગાહી કરી છે. 'તેજ' વાવઝોડાના કારણે ગુજરાતમાં વાતાવરણમાં બદલાવ આવી શકે છે. નવરાત્રીનો તહેવારમાં વાવાઝોડાથી કોઈ અડચણ સર્જાશે નહીં તેવો હાલ વર્તારો છે. હવામાન વિભાગ પ્રમાણે હાલનું લો-પ્રેશર તારીખ 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે. હવામાન વિભાગે ઓક્ટોબર મહિનામાં આવા પ્રકારના વાવાઝોડાની આગાહી કરી હતી.