ETV Bharat / state

પોરબંદરમાં વધુ એક રેતી ચોર ઝડપાયો

પોરબંદરઃ જિલ્લાના દરીયાકાંઠા વિસ્તારોમાં દરીયાઇ રેતીના ઘણા બનાવો સામે આ્યા હતા. તેથી રેતી ચોરીના ગુનાઓને અટકાવવા માટે જુનાગઢ રેન્જ IGP સુભાષ ત્રિવેદી, પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહીલની સુચના તથા LCB PI એચ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફે પોરબંદર દરીયાકાંઠાના વિસ્તારોમા સઘન પેટ્રોલીંગ કરી રહ્યા છે.

રેતી ચોર
author img

By

Published : May 19, 2019, 4:16 AM IST

LCB પોલીસના પેટ્રોલીંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઇ બોરીચા તથા સંજયભાઇ ચૌહાણને માહિતી મળી કે, ઓડદર ગામના દરીયાકાંઠે બાવાજી સ્મશાન પાસે દરીયાની ખારી રેતીનુ ખનન કરી બે શખ્સો ચોરી કરી રહ્યા છે. આ જગ્યાએ પોલીસે રેડ પાડતા ઓડદર ગામના પરબત મકવાણા રીક્ષામાં આશરે ખારી રેતી ૩૫ મણ ભરતા ઝડપાયો હતો.

પોલીસને આરોપી પાસેથી એક રિક્ષા જેની કિંમત આશરે 50 હજાર અને 350ની રેતી મળી કુલ 50,370ના મુદ્દામાલ સાથે પકડી પાડી હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ-379, 114 તથા ખાણખનીજ અધિનિયમ 1957ની કલમ-21(5), 4(1), 4(1)A મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

Location : porbandar

પોરબંદર માં વધુ એક રેતી ચોર ઝડપાયો

પોરબંદર જીલ્લામાં દરીયાકાઠાના વિસ્તારમાં દરીયાઇ રેતીની ચોરી થતી અટકાવવા માટે જુનાગઢ રેન્જ IGP  સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક  ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના તથા I/C LCB PI એચ.એન.ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પોરબંદર દરીયાકાઠાના વિસ્તારમાં દરીયાઇ રેતીની ચોરી થતી અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન PC વિપુલભાઇ બોરીચા તથા સંજયભાઇ ચૌહાણ ને મળેલ ચોક્કસ હકિકત આધારે ઓડદર ગામ દરીયાકાઠે બાવાજીના શમ્સાન પાસે દરીયાની ખારી રેતીનુ ખનન કરી ચોરી કરતા આરોપી બાવન પરબતભાઇ મકવાણા ઉવ.૨૩ રહે. ઓડદરગામ રબારી કેડા તા.જી.પોરબંદર વાળા ને ઠાઠુ રિક્ષા નં. GJ-6-Y-5372 કિ.રૂ.૫૦,૦૦૦/- માં ચોરી કરેલી ખારી રેતી આશરે ૩૫ મણ ભરી કિ.રૂ.૩૫૦/- ની તથા પાવડો નંગ-૧ કી.રૂ.૨૦/- ના સાથે કુલ કિ.રૂ.૫૦,૩૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી.કલમ-૩૭૯, ૧૧૪ તથા ખાણખનીજ અધિનિયમ ૧૯૫૭ ની કલમ-૨૧(૫), ૪(૧), ૪(૧)એ* મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો  છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.