પોરબંદરના ઓડદર ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં રેઇડ કરતા વિદેશી દારુની બોટલો નંગ-૬૩૩૨ કિં.રૂ. ૧૯,૨૬,૦૦૦/-તથા એક ટ્રક તથા બે કાર તથા ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂ.48,01,500/- ના મુદ્દામાલ સાથે એક ઈસમ મળી આવેલ અને આઠ ઈસમો હાજર મળી આવેલ ન હોય તમામ ઈસમો વિરૂદ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.
આ રેઈડમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ બી.એસ.ઝાલા તથા સ્ટાફના એ.એસ.આઈ એ.એ.આરબ તથા હેડ કોન્સ ભરતભાઈ વાઘેલા તથા પો.કોન્સ.લાખાભાઈ સુવા તથા કરશનભાઈ ઓડેદરા તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ.આર.પી.જાદવ તથા હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ દયાતરએ મળી આ ઓપરેશન હાથ ધર્યું હતું.