- પોરબંદર ખાતે પ્રજ્ઞાચક્ષુઓ સાથે તિલક હોળીનો કાર્યક્રમ યોજાયો
- ડીજેના તાલે જુમ્યા અંધજન ગુરુકુળના પ્રજ્ઞાચક્ષુઓ
- તિલક હોળી દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું કરાયું પાલન
પોરબંદર: આપણે હંમેશા કહેતા હોય છીએ કે, 'રંગોનો ઉત્સવ એટલે હોળી' પરંતુ, જે રંગ નથી જોઈ શકતા તેઓના જીવનમાં રંગ પૂરવાનું કાર્ય પોરબંદર NSUI દ્વારા કરાયું હતું. પોરબંદરના અંધજન ગુરુકુળના પ્રજ્ઞાચક્ષુઓ સાથે ડીજેના તાલે NSUIના કાર્યકર્તાઓ જુમ્યા હતા. સામાન્ય રીતે હોળીના તહેવાર નિમિત્તે લોકો રંગોથી મિત્રો અને પરિવાર સાથે ઉજવણી કરતાં હોય છે. પરંતુ, જે લોકોના જીવનમાં સદાયને માટે અંધકાર છે અને તેને રંગ શું છે તે ખબર જ નથી. આથી, તેઓના જીવનમાં રંગ પૂરવાનું કામ NSUI દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પોરબંદરમાં NSUI દ્વારા આયોજીત સ્વ.રાજીવ ગાંધી કપ-2021 ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન
ડીજેના તાલે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને જુમાવ્યા
પોરબંદર અંધજન ગુરુકુળ ખાતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે NSUIના કાર્યકર્તાઓએ તિલક હોળી મનાવી હતી. આ સાથે, ડીજેના તાલે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને જુમાવ્યા હતા. NSUI પ્રમુખ કિશન રાઠોડ અને કાર્યકર્તાઓ તથા અંધજન ગુરુકુળના કમલેશ ખોખરીએ પ્રજ્ઞાચક્ષુઓને હોળી રમાડી મિષ્ટાન તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. જીવનમાં કાયમી રીતે અંધાપો ભોગવી રહેલા આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને કંઈક અંતરથી આનંદ થાય તેઓ આ માનનીય પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: ચંદ્રાવાડા ગામની પરણીતાને અડવાણા 108 એમ્બ્યુલન્સની ટીમે રસ્તામાં જ નોર્મલ ડિલિવરી કરાવી