પોરબંદર : જિલ્લામાં કોઇ ખાનગી શાળાઓ દ્વારા આવા કપરા સમયમાં વાલીઓ પર બાળકોની અભ્યાસની ફી માટે કોઇ દબાણ ન આવે. જો આવી કોઇ બાબત સામે આવે તો તે ખાનગી શાળા સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગ કરવામાં આવી હતી.
જેમાં શિક્ષણ અધિકારીએ અપીલ સાથેનો પરિપત્ર જોહેર કરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવશે કે, જ્યા સુધી સરકારીની કોઇ ગાઇડલાઇન સામે ના આવે ત્યાં સુધી કોઇ ખાનગી શાળા દ્વારા વર્ષનો ફી વધારો કરવામાં આવે નહી, કોઇ વાલીઓ પાસે અગાઉના સત્ર માટેની ફી માટે કોઇ દબાણ કરવામાં આવે નહી અને આગલા વર્ષની ફી ઉઘરાવવામાં આવે નહી.
વાલીઓના જણાવ્યા અનુસાર એવું પણ સામે આવ્યું છે કે, હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં જે શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે. તેમાં RTE ના બાળકો સાથે ભેદભાવ કરવામાં આવે છે તેમને ઓનલાઇન શિક્ષણના વીડિયો અપાતા નથી, જ્યારે શાળામાં વાલીઓ રજૂઆત કે છે તો વાલીઓને સારી રીતે જવાબ પણ મળતો નથી.
આ બાબતને લઇને પણ પોરબંદર જિલ્લા NSUI એ શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. આવી કોઇ પણ શાળા ભેદભાવ કરતી હોય તો તેમની સામે પગલા લેવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.