ETV Bharat / state

પોરબંદરમાં NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણની અવધીમાં વધારો - NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકો

પોરબંદર જિલ્લામાં NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણની મુદત તારીખ ૩૦ જૂન સુધી લંબાવવામા આવી છે.

પોરબંદર જિલ્લામાં NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણની મુદત ૩૦ જુન સુધી લંબાવવામાં આવી

author img

By

Published : Jun 27, 2020, 12:15 AM IST

પોરબંદર : રાજ્ય સરકારની સુચના મુજબ તથા પોરબંદર કલેકટરના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પોરબંદર જિલ્લાના તમામ NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને તારીખ 15 જૂનથી તારીખ 25 જૂન સુધી વ્યાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુ હતું.

રાજ્ય સરકાર દ્વારા લોકહિતલક્ષી મહત્વનો નિર્ણય કરી વ્યાજબી ભાવની દુકાનોના કોઇ રેશનકાર્ડધારક અનાજના જથ્થાથી વંચિત ન રહે તે માટે અનાજ વિતરણની મુદત તારીખ ૩૦ જૂન સુધી લંબાવવામા આવી છે.

કોઇ કારણોસર NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકો તારીખ 15 જૂનથી તારીખ 25 જુન સુધી વ્યાજબી ભાવની દુકાનો પરથી અનાજ લેવા પહોચી શક્યા ન હોય તો તેઓ તારીખ ૩૦ સુધી સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ મેળવી શકશે.

રાશન લેવા માટે કાર્ડધારકોએ કાર્ડ દીઠ એક વ્યક્તિએ રાશનની દુકાને રાશનકાર્ડ તથા આધારકાર્ડ ઓરીજનલ સાથે લઇ જવુ. આ ઉપરાંત રાશન લેતી વખતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.