ETV Bharat / state

Porbandar news: ટાઉન પ્લાનિંગના નિયમમાં ફેરફાર મુદ્દે પાલિકા ચીફ ઓફિસરનો લેટર, બિલ્ડરોમાં ભારે રોષ - Etv bharat porbandar arjun Modhadia palika

ટાઉન પ્લાનિંગના નિયમમાં ફેરફાર મુદ્દે પાલિકા ચીફ ઓફિસરનો લેટર બાબતે બિલ્ડરોમાં રોષ જોવા મળ્યો હતો. સદર મામલે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને રજૂઆત કરી હતી. અર્જુન મોઢવાડીયાએ આ અંગે આગળ રજુઆત કરશે તેવી બાંહેધરી આપી હતી. ટીપી મંજૂરીમાં માત્ર ચીફ ઓફીસરની સહી ચાલશે તેવા પત્રથી ખળભળાટ મચ્યો છે.

municipal-chief-officers-letter-on-the-change-in-town-planning-rules-builders-are-very-angry

author img

By

Published : Mar 5, 2023, 8:53 PM IST

ટાઉન પ્લાનિંગના નિયમમાં ફેરફાર મુદ્દે પાલિકા ચીફ ઓફિસરનો લેટર

પોરબંદર: તાજેતરમાં પોરબંદર છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી તારીખ 22/ 2/ 2023 ના રોજ પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં બાંધકામની પરવાનગીની અધિકૃતતા માત્ર ચીફ ઓફિસરની પરવાનગીથી જ મળશે. આ બાબતે એક પરિપત્ર બેંક મેનેજર તથા પીજીવીસીએલ અને સબ રજીસ્ટર કચેરીને પણ પાઠવ્યો હતો. જેને લઇને પોરબંદરના બિલ્ડરોમાં રોષ જોવા મળ્યો છે.

તઘલખી નિર્ણયના લીધે બિલ્ડરો અને જનતા પરેશાન: પોરબંદરના બિલ્ડરો ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને અંગે રજૂઆત કરવા ગયા હતા. અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર નગરપાલિકાએ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ મૂક્યો હતો અને તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે સરકારને રજૂઆત કરશે તેવી બાંહેધરી આપી હતી. પોરબંદરના બિલ્ડરોમાં રોષ જોવા મળ્યો છે.

શું છે સમગ્ર મામલો?: પોરબંદરમાં ઘણા સમયથી બાંધકામ પરવાનગી ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા આપવામાં આવે છે. કાયદેસરની પદ્ધતિ મુજબ બાંધકામ પ્રિન્ટ તથા પ્લાન્ટ અન્ય જરૂરી ડોક્યુમેન્ટની ચકાસણી કરી ધોરણ ત્રણની ફી ચૂકવી બિલ્ડરોએ ફોર્મ ડી એટલે કે બાંધકામ પરવાનગી કામ પૂર્ણ થયેલ બાંધકામ વપરાશનો દાખલો આપવામાં આવે છે. આ તમામ પ્રક્રિયામાં નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટી અને ચેરમેન કમિટી દ્વારા કરવામાં આવે છે અને તેના લગતા કામકાજ થાય છે. પોરબંદરની ભૌગોલિક રચના જ એવી જટિલ છે કે જ્યાં જીડીસીઆરના નિયમનું ચોક્કસ પાલન કરવું શક્ય નથી તેમ બિલ્ડરોએ જણાવ્યું હતું.

પાલિકા પ્રમુખને પણ કરી રજુઆત: પોરબંદરના બિલ્ડરોએ ચીફ ઓફિસરે બહાર પાડેલ પરિપત્ર અંગે નગરપાલિકાના પ્રમુખ સરજુ કરી અને પણ રજૂઆત કરી હતી. આ પ્રકારના નિયમથી પોરબંદરની જનતા ને મંદી તથા બેકારી તરફ દોરી જશે અને જે લોકોએ હાલ બાંધકામ પરવાનગી મેળવી લીધેલ છે અને તે બાંધકામ પરવાનગી મુજબ બાંધકામ ચાલુ કરી દીધું છે. તેઓએ મોટા પાસે નુકસાની વેઠવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે.

આ પણ વાંચો IAS Pradeep Sharma in land: કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્માની જમીન ફાળવણીમાં ગેરરીતિ મામલે 3 દિવસના રિમાન્ડ મંજુર

ધારાસભ્યને રજુઆત: પોરબંદર શહેરના તમામ બિલ્ડરો આજે એકત્રિત થઈને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઓફિસે રજૂઆત કરવા ગયા હતા અને ટીપી કમિશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જે લેટર પડતો થયો છે. તે અંગે જે મુશ્કેલી સર્જાય છે તેનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી અને પોરબંદરના બિલ્ડર રમેશભાઈ એ જણાવ્યું હતું કે આ અંગે ઉપર રજૂઆત કરશે અને નિરાકરણ લાવવાના પગલાં સરકાર દ્વારા લેવામાં આવે તેવી રજૂઆતો ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ કરશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો Rajkot news: ખેડૂતોને પોસણક્ષમ ભાવ નહીં મળતા પોતાના ખેતરમાં લીધી સમાધિ, સરકાર પાસે ઈચ્છા મૃત્યુની કરી માંગ

અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી: પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં મીડિયાને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જે બાંધકામની પરવાનગી મળેલ છે તે નગરપાલિકા દ્વારા પૈસા લઈને મંજૂરી આપવામાં આવી છે. અત્યારે હાલ લોન લેવામાં અને દસ્તાવેજ કરવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે અત્યાર સુધીની જેટલી મંજૂરી મળેલી છે તે પોરબંદરના હિત માટે નગરપાલિકાએ કોઈપણ એક રૂપિયો લીધા વગર ઇમ્પેક્ટ ફી લઈ રેગ્યુલરાઈઝ કરી આપવી જોઈએ અને લોન તથા દસ્તાવેજ માટેની વ્યવસ્થા કરી આપવી જોઈએ.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.